________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સિદ્ધરાજ, (ર) કુમારપાલ, (૩) અજયપાલ, (૪) બીજે મૂલરાજ, (૫) વિશલદેવ, (૬) અર્જુનદેવ અને (૭) સારંગદેવ.
(સં. ૧૩૩૩ નો આમરણ ગામને લેખ, પુરાતત્ત્વ, ૫૦૧, અંક: ૧) આથી સ્પષ્ટ છે કે, ઈતિહાસ કુમારપાલને ગૂર્જરચક્રવતી માને છે.
રાજા કુમારપાલના ગુણ-અવગુણની પણ ચક્કસ કસોટી મળે છે. તેણે એક વાર વૃદ્ધ મંત્રી આલિગદેવને પૂછ્યું કે, “સિદ્ધરાજ અને મારામાં શું તફાવત છે તે બતાવે.” મંત્રીએ “સાચી હકીકત કહેવામાં ગુનો થાય તો માફ કરવો’ એ બચાવ કરીને જણાવ્યું કે, “સિદ્ધરાજમાં ૯૬ ગુણ હતા અને ૨ દે હતા, જ્યારે આપનામાં ૨ ગુણે છે અને ૬ દે છે.”
' રાજાએ પિતાને અવગુણ માની પિતાની આખોમાં છરી ભેંકવાની તૈયારી કરતાં મહામાત્ય વિના વિલંબે ખુલાસો કરતાં બેલી ઊઠ્યાઃ “સિદ્ધરાજમાં અસુભટતા અને સ્ત્રીલંપટતા એ બે અવગુણે હતા જેથી તેના ૬ ગુણે દબાઈ ગયા હતા. આપનામાં યુદ્ધની શૂરવીરતા અને પરસ્ત્રીસહાદરપણું એ બે ગુણે છે જેથી તમારા ૯૬ દોષે દબાઈ ગયા છે. રાજા આ ખુલાસો સાંભળી શાંત પડ્યો, સ્વસ્થ થયે. આ ઘટના ઉપરથી કુમારપાલના સ્વભાવને કંઈક પરિચય મળી રહે છે. કે સામાન્ય રીતે જોઈએ તે રાજાએ ચાહડને હદ ઉપરનું દ્રવ્ય આપવાની મનાઈ કરી. સલાક ગવૈયાને માત્ર ૧૧૬ કન્મ આપ્યા. મંત્રી આંબડને ભરૂચમાં દાન કરતો રોક્યો અને કાન્હડદેવ-બનેવી સાથેને આકર વર્તાવ વગેરે તેના જીવનની ઊણપ છે અને ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, ફૂટેલા સામતને પણ માફી આપવી, કપદી જેવાના મીઠા ઠપકાને પણ હિતકર માન વગેરે તેના જીવનની ગુણ-વિશેષતા છે. - શિલાલેખે તથા એતિહાસિક અંશે કુમારપાલને વિવિધરૂપે ઓળખાવે છે તેનાં કેટલાંક ઉદાહરણે આ પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org