________________
૧૨૪
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ એટલે રાજાએ તેને ફરી વાર ગંડની પદવી આપી. આ ઘટના સં. ૧૨૨૫ માં બની હતી.'
પં. વામરાશિએ પણ રાજા સિદ્ધરાજના સમયે આચાર્યશ્રીની ખૂબ નિંદા કરી હતી. રાજાએ તેની આજીવિકા બંધ કરી અને માફી માગતાં તેને પણ ફરી વાર આજીવિકા બાંધી આપી. - એક વાર સૌરાષ્ટ્રના એક ચારણે આચાર્યશ્રીની વાસ્તવિક પ્રશંસાવાળું કાવ્ય બનાવ્યું. રાજાએ તેને ત્રણ લાખનું ઈનામ આપ્યું.
તે સમયે સાલપુર પંજાબ કે કાશ્મીર તરફથી પૂજાના મુગટા આવતા હતા, પણ ત્યારે રાજા નવા મુગટાને પ્રથમ પિતે પહેરી પછી રાજ્ય બહાર જવા દેતો હતો. રાજા કુમારપાલે તેની પાસેથી અબેટ શુદ્ધ મુગટ મંગાવ્યા, પણ તેણે દેવાની આનાકાની કરી. પરિણામે રાજા કુમારપાલે ત્યાં સેના મેકલી તેને પિતાને તાબેદાર બનાવ્યું અને ત્યાંથી શુદ્ધ મુગટા મેળવ્યા. હજારે સાલવી કુટુંબોને બેલાવી પાટણમાં વસાવ્યા. સાળવીએ જેન બન્યા. પાટણમાં આજે પણ સાળવીપાડે પ્રસિદ્ધ છે.
રાજાએ આચાર્યશ્રીના ઉપદેશથી વીતભયનગરમાં જીવિતસ્વામીની પ્રતિમાં હોવાનું જાણ્યું ત્યારે માણસે મેકલીને તે પ્રતિમા મંગાવી લીધી અને નવું દેરાસર બનાવી તેમાં વિરાજમાન કરી.
(જૂઓ, ત્રિષષ્ટિશલાકા પુત્ર ચ૦, અષ્ટાહ્નિકાવ્યાખ્યાન) રાજા કુમારપાલના સેમિનાથ પાટણના હાકેમ કક્કના પુત્ર ગુમદેવે અહીર રાજાને હરાવ્યું હતું અને ધર્માદિત્ય સૂર્યમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
(શિલાલેખ) રાજાને કાશીરાજ જયચંદ સાથે મંત્રી હતી. તેને મંત્રી પઘાકર પાટણના સાળવીની બાળવિધવા સુહડદેવીને પદ્મિની જાણી,
૧. રાજા કુમારપાલે સં. ૧૨૨૫ માં મહંત ભાવ બહસ્પતિને બ્રહ્મપુરી ગામ આપી ફરી વાર આજીવિકા બાંધી આપી.
(જૂઓ, પાટણના ભદ્રકાળીના મંદિરમાં રહેલો લેખશિલાખંડ, ભાવનગર ઈસ્ક્રીપ્શન, પૃ. ૧૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org