________________
૧૧૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજા કુમારપાલ, તેના સામંતે તથા પ્રજાએ ઘણાં દેરાસરે બંધાવ્યાં છે. પરિણામે સાલિગવસહી, કરંબવિહાર, યૂકાવિહાર, ઉંદરવિહાર, ઝાલિકાવિહાર વગેરે ૧૪૦૦ (૧૪૪) જૈન દેરાસર બન્યાં હતાં અને શત્રુંજય, ખંભાત, ભરૂચ, મઢેરા, ગાંભૂ, સાંડેર વગેરે સ્થાનમાં ૧૬૦૦ જીર્ણોદ્ધાર થયા હતા.
રાજાએ વીતભયનગર (માહેજદારે)થી જીવિતસ્વામીની પ્રતિમા લાવી તેનું સ્વતંત્ર જિનાલય બંધાવ્યું. રાજા પાટણમાં ચૈત્ર તેમજ આ મહિનામાં રથયાત્રા કાઢતો હતો. માંડલિકે પણ પોતપોતાના રાજ્યમાં રથયાત્રાને મહોત્સવ કરતા હતા. એમ દરેક સ્થાને, દર વર્ષે રથયાત્રા નીકળતી હતી. (જૂઓ, કુમારપાલપડિબેહા)
રાજાએ ૭૦૦ લહિયા રેકી જૈન આગમ લખાવ્યાં. ૪૫ આગમે અને પંચાંગીની સેનાની શાહીથી સાત પ્રતિએ લખાવી, સિદ્ધહેમવ્યાકરણ તથા ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રની ૨૧ પ્રતિએ લખાવી. જુદા જુદા સ્થાનમાં દાનશાળાઓ સ્થાપી હતી, જેના ઉપરી તરીકે શેઠ નેમિનાગના પુત્ર અભયકુમારને નીમે હતો.
(જૂઓ, ઉપદેશસાર” ઉ૫૦ ૩૬) એક કહેવત ચાલે છે કે, રાજા કુમારપાલે તાડ, ચાડ અને લાડને દેશવટે આ હતો. તેનું રહસ્ય એ છે કે, રાજાએ ગ્રંથે લખાવવા માટે તાડનાં સઘળાં પાંદડાં તોડાવી મંગાવ્યાં હતાં એટલે પાટણમાં તાડ રહ્યાં નહીં. રાજપૂત ચાહડ અજમેર ગયો એટલે પાટણમાં ચાડ રહ્યો નહીં. કુમારપાલ જ્યારે સિદ્ધરાજના ત્રાસથી
જ્યાં-ત્યાં ભટકતો હતો અને તેને ઘણું દિવસના ફાકા પડતા હતા ત્યારે એક લાડવા વાણિયાની જાને તેને ખાવાનું આપ્યું નહીં તેથી રાજાએ પોતાના રાજ્યમાં લાડને અમલદાર તરીકે રાખ્યા નહીં, એટલે પાટણમાં લાડવા શ્રીમાલી રહ્યા નહીં. બનવાજોગ છે કે, દંડનાયક સિરિએ લાટમાં રાજ્યના અધિકારપદે લાડ નહીં પણ બીજાને નિયુક્ત કર્યા હશે. આ કહેવત કુમારપાલના ગ્રંથલેખનના શેખ અને રાજનીતિજ્ઞતાને પુષ્ટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org