________________
પાંત્રીસમું ) , આ૦ ઉદ્યોતનસરિક
૧૧૭ હતી. એ અમીના પ્રભાવે લોકોને આંખની પીડા વગેરેનાં દર્દ નાશ પામતાં હતાં. મંત્રી આંબડે કુમારવિહારમાં રૂપાની ઋષભદેવની પ્રતિમા સ્થાપના કરી હતી.
રાજાએ બીજી વિશાળ ભૂમિમાં ૭૨ દેરીઓવાળો ત્રિભુવનવિહાર બંધાવ્યું. તેમાં ગુરુદેવના હાથે ભ૦ નેમિનાથની ૨૫ (૧૨૫) અંગુલ પ્રમાણ પ્રતિમાની તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણ વશીની ૭૨ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી.
આ વિશે પં. કુલસાગરગણિ લખે છે –
મહારાજા કુમારપાલે પાલનપુરને નરેશ પ્રલાદન, શાકંભરીને રાજા અર્ણોરાજ (વિગ્રહરાજ), માંગુ ઝાલો વગેરે ૭૨ રાણાઓ, રિવતતીર્થને ઉદ્ધારક દંડનાયક સજજન, ૨૪ જિનાલય બનાવનાર મંત્રી આભડ, સિદ્ધપુરને ચૌમુખવિહાર બનાવનાર મંત્રી આલિગદેવ, ગુરુભક્ત મહામાત્ય શાંતૂ, ૬ કરોડ દ્રવ્યને સ્વામી શેઠ કુબેરદત્ત, ૯૯ લાખ સોનાને સ્વામી શેઠ છાડા, દશ હજાર અને સ્વામી મહામાત્ય ઉદાયન, મંત્રી આંબડ, મંત્રી બાહડ શ્રીમાળી, શેઠ વાહડ પિરવાલ વગેરે ૧૮૦૦ કેટિધ્વજ વેપારીઓ વગેરેને સાથે રાખી ત્રિભુવનવિહારમાં પ્રતિષ્ઠા, મહાપૂજા, ધ્વજ, કલશ તથા સ્નાત્રેત્સવ વગેરે કરાવ્યાં. દરેકમાં થઈને કુલ ૯૬ કરોડ રૂપિયા ખરચ્યા.
(જૂઓ, ઉપદેશસાર-સટીક, ઉપ૦ ૪૮, રચના સં. ૧૬૬૨) રાજાએ પાટણ, સોમનાથ પાટણ, થરાદ, જાલેર, લાડલ, ખંભાત તથા તારંગ વગેરે સ્થાનમાં કુમારવિહાર સ્થાપ્યા. એ વિશે જેને શિલાલેખે અને ગ્રંથના ઉલ્લેખ મળે છે. તેને ભ૦ અજિતનાથની પૂજાથી સપાદલક્ષમાં વિજય મળ્યો હતો, તેથી તેણે આજ્ઞા કરી યશદેવના પુત્ર દંડાધિપ અભયકુમાર પાસે તારંગાના પહાડ ઉપર ૩ર માળનું દેરાસર તૈયાર કરાવી તેમાં ભ૦ અજિતનાથની પ્રતિષ્ઠા કરાવી, જે આજે વિદ્યમાન છે. (કુમારપાલપ્રતિબધ-પ્રશસ્તિ ભા. ૫, પ્રક૦ ૮) શત્રુંજય તીર્થમાં પણ કુમારપાલનું દેરાસર વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org