________________
૧૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ - કુમારપાલ રાજાએ સં. ૧૨૦૮ માં બ્રાહ્મણોની વસ્તીવાળા વડનગરને કિલે બંધાવ્યું અને તેની પ્રશસ્તિ કવિ ચકવર્તી શ્રીપાલે રચી છે અને તે નાગર બ્રાહ્મણ પં. બાલણે સં. ૧૨૦૮ના આસો સુદિ ૨ ને ગુરુવારે લખી છે.
રાજા કુમારપાલે સં૦ ૧૨૦૮ માં મહામાત્ય ઉદયનની સરદારી નીચેનાડોલના આલ્હણ ચૌહાણના મોટાભાઈ કીર્તિપાલ વગેરે સામંતોને મોકલી સૌરાષ્ટ્રના બહારવટિયા સુંવરને દબાવ્યા હતા. આ યુદ્ધમાં મંત્રી ઉદાયનને વિજય મ પણ તે સખત રીતે ઘવાયો અને વઢવાણુ આવ્યું. તે રાજશિબિરમાં સમાધિપૂર્વક મરણ પામે. - રાજા કુમારપાલ સોમનાથનું મંદિર તૈયાર થતાં સોમનાથ જવા નીકળે. તેની વિનતિથી ગુરુદેવ આ૦ હેમચંદ્રસૂરિ પણ વિહાર કરી શત્રુંજય તથા ગિરનારતીર્થની યાત્રા કરીને રાજાના નગરપ્રવેશના સમયે જ પ્રભાસપાટણ પહોંચી ગયા.
રાજાએ સોમનાથને ભેટી પૂજન કર્યું. આચાર્યશ્રીએ મહાદેવને આહાન વગેરે પંચોપચાર પૂજનવિધિ કર્યો અને જન્મ-મરણના પ્રપંચથી છૂટેલા તથા રાગ-દ્વેષથી રહિત એવા મહાદેવને નમસ્કાર કર્યા.
રાજાએ અહીંના મહંત ભાવ બહસ્પતિને વસ્ત્રો ને અલંકારો આપ્યા તથા પુત્ર-પૌત્રાદિના હકમાં મહંતપદ આપ્યું.
(જૂઓ, પાટણને ભદ્રકાલીના મંદિરમાં
રહેલ લેખ–શિલાખંડ) રાજા કુમારપાલે કચ્છની ભદ્રાવતીમાં મોટું તળાવ બંધાવ્યું હતું. જગડુ શાહે ચૌદમી સદીના પ્રારંભમાં તેને સમજાવ્યું હતું.
(–જગડૂચરિત્ર) મંત્રી બાહડે રાજાની આજ્ઞા મેળવી પિતાના પિતાના આદેશ પ્રમાણે શત્રુંજયતીર્થને મેટો ઉદ્ધાર કરાવ્યું અને તેમાં સં. ૧૨૧૩ માં આ૦ હેમચંદ્રસૂરિના હાથે ભ૦ આદીશ્વરની પ્રતિમાની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયની તળેટીનાં વાગભટપુર વસાવ્યું, કિલ્લે બંધાવ્યો, તેમાં ત્રિભુવનપાલવિહાર બંધાવ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org