________________
૧૦૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ માળવાના કોઈ બલ્લાલે અર્ણોરાજની શિખવણીથી કુમારપાલ અજમેર પર ચડાઈ કરે ત્યારે પાછળથી ગુજરાત પર હલ્લે કરવાની તૈયારી કરી હતી. કુમારપાલને તેની જાણ થતાં તેણે મંત્રી ઉદાયનની સરદારી નીચે સેનાપતિ કાક, સામંત તથા નાડોલની સેનાને તેની સામે મેકલી હતી. તેણે ત્યાં જઈ બલ્લાલને હરાવી નસાડ્યો હતો.
કુમારપાલ કુલપરંપરાથી શૈવ હતું અને તેણે આ૦ શ્રી હેમચંદ્રસૂરિના મુખેથી જાણ્યું હતું કે, સોમનાથ મહાદેવે કુમારપાલને રાજા બનાવ્યું છે, એટલે તેને ખાતરી હતી કે, સ્વયં ભગવાને મને રાજ્ય આપ્યું છે. તેણે પિતે નહીં પણ તેના અનુયાયીઓએ રાજા ઉપર સ્વયં શંકરને હાથ છે એવી છાપ પાડવા માટે તેના નામ સાથે ક્યાંક ક્યાંક ઉમાપતિવરબ્ધપ્રઃિ શબ્દો જોડેલા મળે છે.
૧. બલ્લાલ કેશુ હતો તેને કોઈ ઉલ્લેખ મળતો નથી. આધુનિક વિદ્વાને માને છે કે, તે કદાચ સમુદ્રને હેશિયાલ યુવરાજ વીર બલ્લાલ (સં. ૧૨૨૯ થી ૧૨૬૮) હોય પરંતુ શિલાલેખો તેમજ ગ્રંથોમાં આને ભૂપાલ તેમજ માળવાને રાજા બતાવ્યો છે. એ હકીકત જતી કરવા જેવી નથી,
૨. કુમારપાલે પિતાને માટે ક્યાંય સમાપતિત્રઢપ્રાઃ શબ્દ વાપર્યો નથી. તેના અનુગામીઓએ તેને પ્રતાપ ફેલાવવા આ વિશેષણ વાપર્યું છે. કદાચ આ વિશેષણ કુલકમાગતા હોય તે રાજાને પરમાત થયા છતાં તે વિશેષણ હઠાવવાનું કંઈ કારણ નહોતું. આ વિશેષણ તો સમ્રાટ અકબર અને જહાંગીરના કાળ સુધી ખતપત્રોમાં રૂઢિરૂપે લખાયેલું મળે છે.
" શ્રીયુત કેહધ્રુવે પ્રિયદર્શનાની પ્રસ્તાવનામાં અને દુકેશાસ્ત્રીએ ગુ. મ. રા. ઈપ્ર૧૩ માં આ અંગે ખેંચતાણ કરી છે તે ધાર્મિક ઘેલછાવાળી માત્ર મીઠી મીઠી કલ્પના જ છે. રાજા કુમારપાલ જૈન બન્યો હતો માટે જ અજયપાલદેવને નિરક્વતાર બનવું પડયું હતું.
આ અંગે વધુ જાણવા ઇચ્છનારે અમારે લેખ “કુમારપાલ” જેસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૪૫ જે.
કુમારપાલે જેને થયા પછી પણ શૈવધર્મને દાન આપ્યું, એ તે જૈનધર્મની ઉદારતા અને વિશાળતાનું પ્રમાણ છે. ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલે પણ શિવાલયો, મસ્જિદે વગેરે બનાવ્યાં હતાં, સમરાવ્યાં હતાં. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org