________________
પાંત્રીસમું ] આ ઉદ્યોતનસૂરિ
૧૦૩ રાજાના મરણ પછી બારમે દિવસે નો રાજા જાહેર થાય એ નિયમ પણ સચવા નહીં. પંદરમે દિવસે એક સભા મળી, તેમાં એકમતે નક્કી થયું કે, “ત્રિભુવનપાલના કેઈ પણ પુત્રને રાજા બનાવવો, એમાં ગુજરાતની શાન રહેલી છે.”
કાન્હડદે મેઢેરાને મંડલેશ્વર હતો. ગુજરાતની અશ્વસેનાને અધિપતિ હતો અને કુમારપાલને બનેવી હતું. તેણે સેના તૈયાર રાખી અને સાહસ ખેડયું. એક પછી એક ત્રણે ભાઈઓને ગાદીએ બેસાડવા આગળ કર્યા. મહીપાલ તે ઊડતાં ઊઠતાં જ હેબતાઈ ગયે, જે પિતાનાં કપડાને પણ સંભાળી શક્યો નહીં. કીર્તિપાલ ગભરાયે નહીં પણ હાથ જોડી ઊભો રહ્યો. જ્યારે કુમારપાલ ધીર અને સાહસમૂર્તિ દેખાય. સેનાપતિએ તથા સૌએ કુમારપાલને લાયક માન્ય અને ગાદીએ બેસાડો. - પુરે હિતાએ મંગલાચાર કર્યો અને સેનાપતિએ નવા રાજાને પંચાંગ નમસ્કાર કર્યો, તેને રાજા તરીકે અભિનંદન આપ્યું. કુમારપાલ આ સમયે પચાસ વર્ષનો પ્રૌઢ હતો.
તે રાં૦ ૧૧૯૯ના કાર્તિક વદિ ૨ ને રવિવારે મૃગશીર્ષ નક્ષત્રમાં રાજા તરીકે મનનીત થયે અને માગશર સુદિ ૪ ને દિવસે તેને રાજ્યાભિષેક મહોત્સવ થ.
ચાહડના પક્ષવાળાઓએ કુમારપાલને મારી નાખવા ઘણા પેંતરા ગોઠવ્યા, પણ તે સર્વ નિષ્ફળ ગયા. કુમારપાલ સાંજે દેવીપૂજન માટે શહેરની બહાર એકલે ગયો હતો ત્યારે તેઓએ અંધારામાં દરવાજા પાસે મારાઓને ગોઠવ્યા, પણ કુમારપાલ પિતાના અંગત માણસની ચેતવણીથી બીજે દરવાજેથી શહેરમાં આવી ગયો. તેણે ખટપટિયા પ્રધાને તથા માણસને પકડી પકડીને મારી નંખાવ્યા.
સેનાપતિ કાન્હડદે રાજાને પિતાની કઠપૂતળી બનાવવા ઈચ્છતા હતો, તેથી તે સૌની વચ્ચે જૂના વીતકની યાદ દેવરાવી રાજાની મશ્કરી કરતો હતો. રાજાએ એક વાર શાંતિથી જણાવ્યું કે, “તમારે રાજસભામાં કે રાજસવારીમાં મનને ખૂંચે એવી મશ્કરી કરવી નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org