________________
પત્રિીશમું ] આ ઉદ્યોતનસૂરિ
૧૦૧ પટ ઊઠે એ પસંદ નહોતું, તેથી તેણે પિતાના પુત્ર ત્રિભુવનપાલને રાજા સિદ્ધરાજના હાથમાં સંપી અગ્નિસમાધિ લીધી. સિદ્ધરાજ અને ત્રિભુવનપાલ વચ્ચે અતૂટ પ્રેમ હતો. ત્રિભુવનપાલને કાશ્મીરાદેવી રાણી, મહીપાલ, કીતિપાલ અને કુમારપાલ એ ત્રણ પુત્રો તથા પ્રેમલદેવી અને દેવલદેવી એ બે પુત્રીઓ હતી. ત્રિભુવનપાલે પ્રેમલદેવીને મોઢેરાના રાજા કાન્હડ સાથે અને દેવલદેવીને અજમેરના ચૌહાણ રાજા અર્ણોરાજ સાથે પરણાવી હતી.
કુમારપાલનો સં. ૧૧૫૦ માં જન્મ થયો હતો. તે બચપણથી દયાળુ અને પારકી સ્ત્રીને માબેન સમાન લેખનારે હતો. તેને ચંદ્રાવતીના પરમાર રાજાના નજીકના ભાયાત જેતલની પુત્રી પાલદેવી નામે રાણી હતી.
સિદ્ધરાજે પત્રકામનાથી સં૦ ૧૧૮૫ માં શત્રુંજય, ગિરનાર તથા પ્રભાસપાટણની પગપાળા યાત્રા કરી પણ તેને પુત્ર થયું નહીં. તેણે સાક્ષાત્ શંકર, આ૦ હેમચંદ્રસૂરિ, જતિષીઓ, મંત્રવાદીઓ, સાસુદ્રિક અને નિમિત્તિયાઓ પાસેથી સાફ સાફ જાણ્યું કે, પિતાના ભાગ્યમાં સંતાન નથી અને કુમારપાલના ભાગ્યમાં ગુજરાતનું રાજ્ય છે. જો કે ક્ષેમરાજના વંશજે ઉચ્ચ ક્ષત્રિયે લેખાતા હતા. તેઓને બીજા કુલીન રાજવંશે સાથે રેટી-બેટીને સંબંધ હતું અને કુમારપાલ સિદ્ધરાજને નજીકનો સેલંકી પિતરાઈ હતા. તે સિદ્ધરાજના સ્નેહપાત્ર ત્રિભુવનપાલ ના પુત્ર હતો. એટલે રાજા થાય એ સર્વ રીતે યોગ્ય જ હતું, પણ રાજાને એક જ વિચાર મૂંઝવતે હતો કે, કુમારપાલ રાજા થવાનું છે તે “તે મરીને મારે પુત્ર બનીને સુખેથી રાજા થાય.” એ ભાવના માટે કુમારપાલને મારી નાખવામાં આવે તે જ આ બનવું શક્ય છે માટે એને મારી નાખવે જોઈએ.
१. पुन्ने वाससहस्से सयम्मि वरिसम्मि नवनवइअहिए होही कुमरनरिंदो तुह विक्कमरायसारिच्छो ॥
(રાજગછ પદાવલી, વિવિધ છીય પટ્ટાવાલીસંગ્રહ, પૃ. ૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org