________________
૧૦૪ જૈન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ એકાંતમાં તમે ફાવે તેમ કરજે.” કાન્હડદેએ તરત તોછડાઈથી જણાવ્યું કે, “મૂર્ખ ! ગયા દિવસેને યાદ કર, તારા પગ અત્યારથી જ જમીનને અડતા નથી.” રાજાએ આ સાંભળી મૌન સાધ્યું, પણ બીજે દિવસે પોતાના માણસે દ્વારા તેને અધમૂઓ કરીને છેડ્યો.
સૌ આ ઘટના સાંભળી ચમકી ગયા અને રાજાની આજ્ઞા બરાબર પાળવા લાગ્યા. કુમારપાલને પ્રતાપ તપવા લાગ્યું. સિદ્ધરાજની સખત મના હોવા છતાં કુમારપાલ ગુજરાતને રાજા બન્ય, તેથી સૌએ તેને “પ્રૌઢપ્રતાપ” કહી બિરદાવ્યું.
કુમારપાલે રાજા થતાં જ પિતાના ઉપકારીઓને યાદ કર્યા. સૌને ગ્યતા પ્રમાણે ગામ, ગરાસ, પદવીઓ વગેરે આપ્યાં. મંત્રી ઉદાયન તથા મંત્રી આલિગને મહામાત્ય તરીકે કાયમ રાખ્યા. મંત્રી બાહડને મહામાત્ય બનાવ્યું. સજજન શ્રીમાલીને માલવાને દંડનાયક નીયે. ભરૂચના સિરિ બટુકને લાટ (મહી અને દમણ વચ્ચેના પ્રદેશ)ના દંડનાયક બનાવ્યો. આલિગ કુંભારને ચિતોડનું ૭૦૦ ગામનું પરગણું આપ્યું. કડવા શેઠને વડેદરા આપ્યું. દેવશ્રીને ધોળકા આપ્યું. ભીમા ખેડૂતને ગરાસ આપે અને કેઈને પોતાના અંગરક્ષક બનાવ્યા.
આલિગ કુંભારના વંશજો રાજ્ય મળવાથી પિતાને “સગા” તરીકે ઓળખાવતા.
ગૂર્જરેશ્વર કુમારપાલ પરાક્રમી હિતે, સાહસી હતું, તેને સૌથી પહેલે પરિચય જનતાને અજમેરના યુદ્ધમાં મળે.
ત્યારે સપાદલક્ષને રાજા કુમારપાલને બનેવી અર્ણોરાજ ચૌહાણ હતો, જે આનાકના નામથી પણ ઓળખાતું હતું. તેની ગાદી અજમેરમાં હતી. અજમેરને ત્રણે બાજુએ કુદરતી પહાડી કિલ્લો અને એક બાજુએ મેદાન હતું. ત્યાં પણુ જમીનમાં ઘણા કેશ સુધી બાવળ, ખેર, બેરડી અને કેરડાની ગીચોગીચ ઝાડી ઉગાડેલી હતી, એટલે એ કિલ્લો દુર્ગમ મનાતું હતું. અર્ણોરાજ પણ કાન્હડદેની જેમ કુમારપાલને તુચ્છ માનતે હતે. - તેણે સં. ૧૨૦૨ માં યુવરાજ વિગ્રહરાજની સરદારી નીચે સેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org