________________
જૈન પર‘પરાના પ્રતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ
સિદ્ધરાજે ત્યારથી તેને મારી નાખવા માટે અનેક ઉપાયા ચેાયા હતા અને તેમાં તેને જેમ જેમ નિષ્ફળતા મળવા લાગી તેમ તેમ તેને કુમારપાલ માટે વૈરવૃત્તિ વધવા લાગી.
આ તરફ ૨૪ વર્ષના કુમારપાલ. પણ સિદ્ધરાજની દુર્ભાવના જાણી દુધિસ્થલીથી નીકળી પરદેશમાં ચાલ્યા ગયા અને જુદા જુદા વેશે તે જ્યાંત્યાં ભટકવા લાગ્યા. રાજાએ તેની પાછળ ચેાક્કસ મારા ગેાઠવી રાખ્યા હતા, પણ કુમારપાલને કાઈ ને કાઈ મદદ મળતી રહેતી અને તે આબાદ બચી જતા. ખાસ કરીને તેની ઉપર આ॰ હેમચંદ્રસૂરિની કૃપા હતી. મત્રી વાહુડ, મત્રી આલિંગ, મંત્રી સજ્જન, મત્રી જાબ, આલિંગ કુંભાર, ભીમે ખેડૂત, કટુક વાણિયા, વિષ્ણુપુત્રી દેવલ અને બટુક વાસિરિ બ્રાહ્મણ તરફથી ભૂલી ન શકાય તેવી તેને સહાય મળી હતી. કુમારપાલ એ ઉપકારીઓને કદી ભૂલ્યા નહાતા.
૧૦૨
સિદ્ધરાજ સ’૦ ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રાજ પાટણમાં મરણુ પામ્યા. તેણે મરતાં મરતાં જાહેર કર્યું કે, · મારી પાછળ હસ્તિસેનાના નાયક ચાહડને ગુજરાતના રાજા બનાવવે.’
ચાહડનાં ચારુલત, ચારભટ, ચાહડ અને ત્યાગભટ એવાં નામેા મળે છે. એ માળવાનેા રાજપૂત હતા.
કુમારપાલને પરદેશમાં આ સમાચાર મળ્યા. તે સીધે! ખંભાતમાં બિરાજમાન આ૦ હેમચંદ્રસૂરિના આશીર્વાદ લઈ પાટણમાં પેાતાના અનેવી વડા સેનાધિપતિ કાન્હડદેવ પાસે આવી પહેાંચ્યા.
ચાડે પણ પેાતાને રાજ્ય મળવાની ખાતરી હતી તેથી કાઈ આડા પડે તે તેને દૂર હઠાવી શકાય એવી મજબૂત તૈયારી કરી રાખી હતી.
રાજ્યના કૂટનીતિજ્ઞો પરાયા ચાહડને રાજ્ય મળે એમાં રાજી નહેાતા. પ્રજા પણ કાઈ નજીકને હકદાર રાજા થાય એવા ખ્યાલવાળી હતી; પરંતુ સૌ કાઈ એમ જરૂર ચાહતું હતું કે, લેાહીનું એક પણ ટીપું ન પડે અને આ કાર્ય બને. પિરણામે કેાને રાજ્ય આપવું એને એક નિણૅય થઈ શકયો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org