________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ * સિદ્ધરાજ સં. ૧૧૯ ના કાર્તિક સુદિ ૩ ને દિવસે મરણ પામ્યો. તેણે ગુજરાતને બૃહદ્ ગુજરાત બનાવ્યું અને ગુજરાતને એક સામ્રાજ્ય બનાવ્યું.
સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં પગપાળા પ્રભાસપાટણની યાત્રા કર્યા બાદ સાક્ષાત્ મહાદેવવચન, આ૦ હેમચંદ્રસૂરિની ભવિષ્યવાણી તથા
તિષીઓના જ્યોતિષજ્ઞાન વગેરેથી જાણ્યું કે, “મને સંતાન થશે નહીં અને કુમારપાલ ગુજરાતનો રાજા થશે.” આથી તેણે વિધાતા સામે શેતરંજ બેઠવી. “કુમારપાલ ભલે રાજા થાય પણ તે મરીને મારે પુત્ર થયા પછી જ રાજા થાય.” આમ બને તે જ વિધાતાને લેખ સફળ થાય અને મારી મનઃકામના પણ સફળ થાય. તેણે આ હિસાબે કુમારપાલને મારી નાખવા કાવતરાં ગોઠવ્યાં, પણ વિધાતાએ તેને મચક આપી નહીં. છેવટે તેણે મરતાં મરતાં પણ શેતરંજને છેલ્લે પાસે ફેંક્યો. “મારા મરણ પછી હાથીસેનાના નાયક માળવાના રાજપૂત ચાહડને ગુજરાતને રાજા બનાવ.” તેણે પિતાની આ ભાવનાને સફળ બનાવવા માટે પટ્ટરાણી, પ્રધાને, સામંત અને સેનાધિપતિઓ વગેરે પાસેથી પાકાં વચન લીધાં, પરંતુ વિધાતાએ તેની એ ઈચ્છા બર આવવા ન દીધી. ૮. ગૂર્જરેશ્વર કુમારપાલ (સં. ૧૧૯૯ થી ૧૨૨૯)
ગુજરાતને રાજા ભીમદેવ પહેલે (સં. ૧૦૭૮ થી ૧૧૨૦) રાજકન્યા રાણી ઉદયમતીથી કર્ણને જન્મ થયે, તેના પછી તે (સં. ૧૧૨૦ થી ૧૧૫૦) ગુજરાતને રાજા બને. બીજી રાણું વારાંગનાકન્યા બકુલાદેવી, જે વિધિપૂર્વક ખાંડુ મેકલીને પરણેલી રાણી હતી. તેને પુત્ર ક્ષેમરાજ એટલે હરિપાલ રાજા કર્ણથી મેટે હતો, પણ તે સાધુચરિત હતો તેથી ભીમદેવની તેને જ રાજા બનાવવાની ઈચ્છા હોવાથી તે મુંડકેશ્વરતીર્થમાં જઈને વસ્ય અને પ્રભુભજનમાં મસ્ત બને. તે ક્ષમાવાળો હોવાથી ક્ષેમરાજ તરીકે વિખ્યાત થશે. તેના પુત્ર દેવપ્રસાદને રાજા કર્ણ દધિસ્થલી (દેથલી) ગામને ગરાસ આપે. જોકે તે એક રીતે રાજ્યને વારસદાર હતું, પણ તેને રાજવંશમાં ખટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org