________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ પાટણમાં રાજવિહાર બંધાવ્યા. (જૂઓ, કુમારપાલપડિબેહા) મહામાત્ય આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખવિહાર બંધાવ્યું. (જૂઓ, ઉપદેશસાર). સિદ્ધપુરમાં સં૦ ૧૧૫ર માં ભ૦ સુવિધિનાથનું દેરાસર બંધાવ્યાને પણ ઉલ્લેખ મળે છે. - સિદ્ધરાજે દુર્લભ સરોવરમાં મોટો ફેરફાર કર્યો. તેણે ત્યાં સાહસ લિંગ તળાવ બંધાવ્યું. તેની પાળ ઉપર ૧૦૮ શિવાલયે, ૧૦૮ દેવી મંદિરે, દશાવતાર, વિષ્ણુનું મંદિર તથા કીર્તિસ્તંભે ગોઠવ્યા. સિદ્ધરાજ માળવાની લડાઈમાં હતું ત્યાં જ તેને આ તળાવમાં પાણી ભરાયાના સમાચાર મળ્યા.
કવિ ચકવતી શ્રીપાલે રુદ્રમાળ, વડનગરને કિલ્લે અને દુર્લભ સરોવર એટલે સહસ્ત્રલિંગ તળાવની “પ્રશસ્તિ રચી છે. સહસલિંગની પ્રશસ્તિને આ૦ રામચંદ્ર વગેરે વિદ્વાનોએ સુધારી હતી.
સિદ્ધરાજે સોમનાથની એક યાત્રા સં. ૧૧૭૦ અને બીજી સંવે ૧૧૮૫ માં કરી હતી. પહેલી યાત્રામાં ભાલેદના આરાને યાત્રાકર બંધ કરાવ્યું અને બીજી યાત્રા પુત્રકામનાથી પગપાળા કરી. તેમાં ગિરનાર પર પૃથ્વી જયપ્રાસાદ વગેરેના લાભ લીધા. - મંત્રી સજજને ગિરનાર પર ભ૦ નેમિનાથને, રાજાને પૃથ્વીને જય કરાવનારે “પૃથ્વી જયપ્રાસાદ” બંધાવ્યું હતે. સિદ્ધરાજે તેની રકમ ખજાનામાંથી આપવાનું કબૂલ કર્યું. તેમાં ભ૦ નેમિનાથની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં તથા તીર્થની પવિત્રતા જળવાઈ રહે એટલા માટે નીચે મુજબ નિયમ બાંધી આપ્યા. અહીં કોઈએ (૧) આસન વગેરે ઉપર બેસવું નહીં, (૨) શય્યા પર નિદ્રા લેવી નહીં, (૩) રઈ કરવી નહીં, (૪) ભૂજન કરવું નહીં, (૫) દહીં
૧. સિદ્ધવિહારનું બીજું નામ રાજવિહાર હતું. શેઠ ધરણુ પાડે તેને જોઈ ધરણુવિહાર (રાણપુરમ) બનાવ્યો હતો. (જૂઓ, જૈનસત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૦૪, પૃ. ૩૬૮, સં. ૧૯૪૧માં અહીં પાંચ દેરાસર હતાં (જુઓ, જેનતીર્થ સર્વ સંગ્રહ, ભા. ૧) સિદ્ધપુર આ૦ ભાનુચંદ્રની જન્મભૂમિ હતી. અહીં ઉપાયવિજયજીએ દિવાળીના દિવસે “જ્ઞાનસાર ર. આજે અહીં બે દેરાસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org