________________
૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જે પ્રકરણ નિર્ણય કર્યો એટલે રાજા જયકેશીએ તેને સ્વયંવર તરીકે પાટણ મેકલી. તે કુરૂપ હતી. તેથી કર્ણદેવે લગ્ન કરવાની ના પાડી. પછી તે માતાના દબાણથી અને કર્ણાટક સાથે ગાઢ સંબંધ જોડાય એ રહસ્યથી તેને તે પરણ્યો પરંતુ તે મીનલદેવીને કુરૂપ જાણું બોલાવત નહેાતે.
એક વાર કહ્યું કેઈ નીચ જાતિની સ્ત્રીને એકાંતમાં મળવાને સંકેત કર્યો હતો. મહામંત્રી મુંજાલે તે સ્ત્રીના બદલે મીનલદેવીને ગોઠવી દીધી. મીનલદેવીએ જયસિંહકુમારને જન્મ આપ્યો.
કર્ણદેવ બહુ રૂપાળા અને કામ પુરુષ હતું. તે યુવરાજ હતું ત્યારે તેણે સંભવતઃ સૌથી રૂપાળા આ દેવસૂરિને રૂપશ્રીનું બિરુદ આપ્યું અને રાજા થયા પછી અત્યંત નિઃસ્પૃહતાના કારણે શરીરના મેલને પણ દૂર ન કરનારા આ અભયદેવસૂરિને “માલધાર'નું બિરુદ આપ્યું હતું. ગેવિંદાચાર્ય કર્ણદેવના બાલમિત્ર હતા. (જૂઓ, પ્રકટ ૩૭, ૩૮) તેની સભામાં જૈનાચાર્યોનું માનવંતુ સ્થાન હતું. રાજા કર્ણદેવને ઐક્યમલ્લનું બિરુદ હતું. - કર્ણદેવને ધવલ, શાંતૂ અને મુંજાલ એ ત્રણ મહામા હતા. જલિ ખર્ચ ખાતાને પ્રધાન હતા. દુર્લભરાજ દંડનાયક હતો. આમશર્મા પુરોહિત હતો. જયા અને મીનલદેવી રાણીઓ હતી. જયસિંહ પુત્ર હતો.
બહારથી આવતા સેમિનાથના યાત્રિકે પાસેથી ભાલેદમાં મુંડકાવેરો લેવાતે હતો તે મીનલદેવીએ રદ કરાવવાની ઈચ્છાથી તે ગુજરાતની રાણું બની હતી. જયસિંહના રાજ્યમાં તેણે પોતાની તે ઈચ્છા પાર પાડી. તેણે અહીં મંત્રી ઉદયનને ભ્રાતા તરીકે સ્વીકાર્યો હતે. તેણે પિતા જયકેશીનું મરણ થતાં પિતાના કલ્યાણ માટે સોમનાથ જઈ ત્યાં ત્રણ વેદના જાણકાર એક બ્રાહ્મણને પાપધટનું દાન આપ્યું હતું. રાણું મિનલદેવીએ વીરમગામમાં મિનલ-સરવર અને ધંધુકામાં બીજું સરોવર બંધાવ્યું. સિદ્ધરાજ બાલક હતો ત્યારે ઘણાં વર્ષો સુધી મયણલ્લાદેવીએ રાજકારભાર સાચવ્યું હતું.
* *
છે
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org