________________
પત્રીશમું ]
આ ઉદ્દદ્યતનસૂરિ અને અશ્વરાજનાં નામે આપ્યાં છે. આ જિંદના પુત્ર પૃથ્વીપાલ તથા જુજ જલે ગુજરાત સામે બળવો જગાવ્યો હતો, પરંતુ અંતે તેઓ કર્ણદેવના સામંત બની ગયા હતા.
લાટમાં ગુજરાતના સામંત તરીકે બારપ, બારપનો પુત્ર, કીર્તિરાજ અને ત્રિલોચનપાલ થયા હતા. રાજા કર્ણદેવના સમયે અહીં દુર્લભરાજ ચૌલુક્ય દંડનાયક તરીકે નિમાયો હતો.
કર્ણદેવે છ લાખ ભીલના સરદાર આશાવલના ભીલને જીતી સાબરમતીના કિનારે કર્ણાવતી નગર વસાવ્યું, કર્ણસાગર (કાંકરિયું) તળાવ બંધાવ્યું. કણેશ્વરનું મંદિર બંધાવ્યું તેમજ કોચરબદેવીનું મંદિર અને જયંતીદેવીનું મંદિર બંધાવી તેની સ્થાપના કરી. મેઢેરાની દક્ષિણે કર્ણસાગર ગામ વસાવ્યું. પાટણમાં કર્ણમેરુપ્રાસાદ કરાવ્યો અને કચ્છની ભદ્રાવતીમાં એક વાવ બંધાવી.
આશાપલ્લી વગેરે સ્થાને માટે વિદ્વાને માં મેટે વિસંવાદ છે; પરંતુ વિચાર કરતાં આશાપલી તે અસારવા, કર્ણાવતી તે અમદાવાદ, કર્ણસાગર તે કાંકરિયું, નદી ઉદાયન મંત્રીને વાસ, કણેશ્વર તે નરેડા ગામનું નરેશ્વર કે નાલેશ્વરનું મંદિર, કેછરબ તે કેરબ અને જયંતીદેવી તે ભદ્રાવતી સંભવે છે. ગુજરાતના મહામાત્ય ઉદાયને કર્ણાવતીમાં વિશાળ જિનાલય બંધાવ્યું હતું, જેની નિશાની નરેડામાં મળે છે. ઈતિહાસ કહે છે કે, સૂબા અલફખાને આશાવલને કેટ કરાવ્યો હતો. સુલતાન અહમદશાહે (સં. ૧૪૬૭ ફા. સુ૩) અમદાવાદ વસાવ્યું ત્યારે તેને સમરાવ્યું હશે, એ બંધબેસતી તર્કસંગત ઘટના છે.
આ સમયે કર્ણાટકમાં સેમેશ્વર (મૃત્યુ સં૦ ૧૧૩૨) અને વિકમાદિત્ય છઠ્ઠો રાજા હતે. ગોવામાં (પરેડા નદીકિનારે ચંદુરમાં) ષષ્ઠીદેવ એટલે શુભકશી (સં. ૧૮૬૧ થી ૧૧૦૬) તથા જયકેશી પહેલ (સં. ૧૧૦૬ થી ૧૧૩૬) કર્ણાટકના સામંત રાજાઓ હતા. રાજા જયકેશી છઠ્ઠા વિક્રમાદિત્યને મિત્ર અને જમાઈ થતો હતે. તેની પુત્રી મણુયલદેવી એટલે મીનલદેવીએ કર્ણદેવ સાથે લગ્ન કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org