________________
પાંત્રીશમું ]
આ ઉદઘોતનસૂરિ ભીમદેવને ત્રીજો પુત્ર મૂળરાજ બહુ જ પરગજુ હતું. તેણે એક ભયંકર દુકાળમાં ખેડૂતો પર ગુજરાતી કનડગત દૂર કરાવી હતી અને સજાને સમજાવી તેમને વેરે પણ માફ કરાવ્યો હતો. આથી તે મીઠી દષ્ટિને પાત્ર બન્યું. તે ત્રીજે દિવસે મરણ પામે. ખેડૂતે બીજે વર્ષે બે સાલને વેરે લઈ રાજા પાસે આવ્યા. રાજા ભીમદેવે તેમાં બીજી રકમ ઉમેરી તે વડે ત્રિપુરુષપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું.
મહમ્મદ ગઝનવીએ સેમિનાથનું મંદિર તોડ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતને આધીન ન હતો. ભીમદેવે ત્યાં પથ્થરનું નાનકડું કામ ચલાઉ મંદિર બંધાવ્યું હશે. સૌરાષ્ટ્ર ગુજરાતને મળે ત્યારે તે ગૂર્જરેશ્વર કુમારપાલે સં૦ ૧૨૦૮ માં સેમિનાથનું વિશાળ મંદિર બંધાવ્યું, જેને અલ્લાઉદ્દીન ખિલજીએ તોડ્યું હતું
રાજા ભીમદેવે પાટણમાં રાજા મૂળરાજીના ત્રિપુરુષપ્રાસાદને પિતાના પુત્ર મૂળરાજ (બીજા)ના કલ્યાણ માટે જીર્ણોદ્ધાર કર્યો હતો. તેમાં તેણે મોટી રકમ લગાવી હતી તથા કચ્છમાં ભદ્રાવતી નગરને કિલ્લો બંધાવ્યું અને તળાવ બંધાવ્યું. રાણી ઉદયમતીએ “રાણીવાવ બંધાવી હતી.
મેઢેરામાં ભ૦ મહાવીરસ્વામીનું કુંડવાળું વિશાળ મંદિર હતું, જે મેઢગચછના આચાર્યોને તાબામાં હતું. (જૂઓ, પ્ર. ૩૨, પૃ. પર૨) આ અરસામાં તેને જીર્ણોદ્ધાર થયે હશે. જે અર્સલમાં સૂરિમંદિર હતું તે આજે મેઢ વૈ વિષ્ણવ બની જતાં સૂર્યમંદિર તરીકે ઓળખાય છે.
ભીમદેવની સભામાં આ દ્રોણાચાર્ય, આ૦ સૂરાચાર્ય, આ ગેવિંદ, આર્ટ વર્ધમીન વગેરે અવારનવાર જતા હતા, ઉપદેશ દેતા હતા. રાજા ભીમદેવ તેઓને પરમ ભક્ત હતા. શ્રી દ્રોણાચાર્ય તથા સૂરાચાર્ય રાજા ભીમદેવના મામા તથા મોમાઈ ભાઈ હતાં. આ સમયે રાજકુટુંબમાં તથા ગુજરાતમાં જૈનધર્મનું શું સ્થાન હતું તે આ ઉપરથી સહેજે તારવી શકાય એમ છે. આ સમયે ઘણુ ક્ષત્રિએ જૈનધર્મ સ્વીકાર્યો હતે.
તા. ૧
લી
ગુજરાતમાં . આ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org