________________
પત્રાશમું ].
આ૦ ઉદ્યોતનસૂરિ ગુજરાત સાથે યુદ્ધ કરી તેમને ઘણે પ્રદેશ પાછો વાળે, પરંતુ ખેડામંડલ તે ગુજરાતમાં જ રહ્યું. આજે પણ પંચમહાલ અને ખેડામંડલ ગુજરાતમાં જ છે. મહામાત્ય નેઢ, મંત્રી સેનાપતિ વિમલ, સંધિપાલ દામોદર વગેરે પણ આ માળવાની લડાઈમાં સાથે હતા.
દિલ્હીના હિંદુ રાજાએ સં. ૧૦૯માં સિંધ પર હુમલો કર્યો ગુજરાતને રાજા ભીમ, યુવરાજ કર્ણ, માળવાનો ભેજ, નાડેલને અણહિલ ચૌહાણ, કર્ણાટકનો સેલંકી સોમેશ્વર, ચેદિને કલચૂરી કર્ણ દેવ વગેરેએ ત્યાં જઈ તેને સાથ આપ્યો હતો. તેમાં ભીમદેવે જે બહાદુરી બતાવી તેનું સવિસ્તર વર્ણન ‘દ્વયાશ્રયમહાકાવ્યમાં મળે છે.
સિંધ જતાં રાજા ભીમદેવે થટ્ટાના રાજાને હરાવ્યો હતો. દિલ્હીપતિ સાથે મૈત્રી બાંધી હતી.
આબૂનો રાજા ધંધૂક તથા કૃષ્ણરાજ પરમાર અને નાડેલને રાજ અણહિલ તથા અહિલ ચૌહાણે સ્વતંત્ર થવા માટે માથું ઊંચું કર્યું હતું. તેમાં તેઓ નિષ્ફળ જતાં ફરીથી તેઓ ગુજરાતના સામંત બની રહ્યા. ભીમદેવે ચેદિરાજ કર્ણ સાથેની મૈત્રીને વધુ ગાઢ બનાવી હતી. (દ્વયાશ્રયકાવ્ય, સર્ગઃ ૧૬, કલે. ૧૭ થી ૬૪)
ભીમદેવ બકુલાદેવીને પર હતો. તેને ઈતિહાસ એ મળે છે કે, બકુલાદેવી એ વારાંગના કન્યા હતી. તે પાટણમાં સૌથી વધારે રૂપાળી હતી અને પવિત્ર જીવન ગાળતી હતી. તેને કુળવાન સ્ત્રીની જેમ એક પુરુષ સાથે રહીને લગ્નજીવન ગાળવાની અભિલાષા હતી. રાજા ભીમદેવે આ વૃત્તાંત જાણીને તેની પવિત્રતાની પરીક્ષા માટે તેને ત્યાં પિતાના નેકરે સાથે પાણિગ્રહણની વિધિરૂપે એક બહુ કીમતી ખાંડુ મે કહ્યું અને તેણે બહુ ઉત્સાહથી તે જ રીતે શુભ મુહૂર્ત યુદ્ધ માટે પ્રયાણ કર્યું. રાજાએ માળવાના યુદ્ધમાં બે વર્ષ વીતાવ્યાં. અહીં રાણી બકુલાએ બે વર્ષ સુધી શોભાદાર વસ્ત્રો તથા આભૂપણને ત્યાગ કરી, પ્રતિવ્રતાના નિયમ પાળી શુદ્ધ શીલનું પાલન કર્યુંભીમ ત્રીજે વર્ષે શત્રુઓને જીતી પાટણમાં આવ્યું. તેણે
૧. જુઓ, તાડપત્રીય સં. ૧૪૭૫માં લખેલો “પ્રાચીન કુમારપાલપ્રબંધ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org