________________
પાંત્રીશમું ] આ૦ ઉદ્યોતનસુરિ
૮૧ ઉપાશ્રયે પણ બનવા લાગ્યા. તે પછી આવ નેમિચંદ્રસૂરિ વગેરે પાટણમાં પધાર્યા હતા. રાજા દુર્લભરાજ અંતે સં. ૧૦૮૦માં બાવાના વેશે તીર્થમાં જઈ વસ્યો અને ત્યાં પરલોકની સાધના કરી મૃત્યુ પામ્યો.
મહમ્મદ ગિઝનવીએ સં. ૧૦૮૧ માં પાટણ ભાંગ્યું.
રાજા દુર્લભરાજને જ્ઞાનદેવ નામે શૈવાચાર્ય ધર્મગુરુ હતા. પં. સોમેશ્વર નામે પુરોહિત હતા અને નેઢ નામે મહામાત્ય હતે. ૫. ભીમદેવ પહેલે (સં. ૧૦૭૮ થી ૧૧૨૦)–
નાડેલના રાજ મહેંદ્ર ચૌહાણે પિતાની મેટી બેન મહેંદ્રદેવીને સ્વયંવરમાં રાજા દુર્લભરાજને પરણાવી હતી અને નાની બેન લક્ષ્મીને તેના નાનાભાઈ નાગરાજ સાથે પરણાવી હતી. લક્ષ્મીરાણીએ ભીમદેવને જન્મ આપે. રાજા દુર્લભરાજે પોતાના હાથે જ સં. ૧૦૭૮ માં ભીમદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો.
મહમ્મદ ગિઝનવીએ સં૦ ૧૦૮૦માં ભારત ઉપર ચડાઈ કરી. સં. ૧૦૮૧ માં (તા. ૩-૧–૧૦૨૫ ગુરુવારે) ભિન્નમાલ, પાટણ, ચંદ્રાવતી, જૂનાગઢ, દેલવાડા અને સે મનાથ પાટણના સેમેશ્વરને તોડફેડીને લૂંટી લીધું, પરંતુ તે સારને તોડી શક્યો નહીં. એ સમયે રાજા ભીમદેવ કંથકેટના કિલ્લામાં સંતાઈ બેઠે હતો. મહ
મુદે ત્યાં જઈને તેને ત્યાંથી નસાડ્યો અને પિતે સિંધમાં થઈને ગિઝની ચા ગયે. ગિઝની જતાં અજાણ્યા રસ્તે લેવાથી તેના સૈન્યની ભારે ખુવારી થઈ
ગુજરાત અને માળવાને પરસ્પર વૈમનસ્ય ચાલુ હતું. માજી રાજા દુર્લભરાજની ઘટનાથી તેમાં વધારે થયે હતો. રાજા ભીમદેવ તેને બદલે લેવાને તકની રાહ જોતો હતો. રાજા ભેજે ગુજરાત ઉપર ચડાઈ કરવા પ્રસ્થાન કર્યું, પરંતુ ગુજરાતના ચકર સાધિવિગ્રહિક (સંધિપાલ) દામેરે (ડામરે) બહુ જ યુક્તિથી તેમાં ફેરફાર કરાવ્યો. ભેજરાજે તરત તિલંગ પર ચડાઈ કરવાની ગોઠવણ કરી અને આ દરમિયાન રાજા ભીમદેવ માળવા પર ચડાઈ ન કરે તે ખાતર એક હાથી-હાથિની ભેટ મોકલી ભીમદેવને ખુશ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org