________________
૮૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ રાજચિહ્નો આંચકી લીધાં, તેથી તે પાછા પાટણ આવ્યું અને આ હકીકત તેણે રાજા ભીમને જણાવી. - ગુજરાત અને માળવા વચ્ચે સામાન્ય વિરેાધ તે હતે જ, તેમાં આ ઘટનાએ ઘીનું કામ કર્યું. આ વિરોધે ભડકાનું સ્વરૂપ લીધું.
ગુજરાતનું રાજ્ય સ્થાપનાર આદિ પુરુષ વનરાજ ચાવડો હતે. તેણે સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૨ ના દિવસે ગુજરાતના રાજ્યને સ્વતંત્ર પાયે નાખે. તેને રાજ્યાભિષેક જૈનાચાર્ય શીલગુણસૂરિ તથા આ દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી પ્રથમ પંચાસરમાં અને તે પછી સં૦ ૮૨૧ માં પાટણમાં થયું હતું. આથી વનરાજ ચાવડાએ તે આચાર્યોને શિષ્ય પરંપરાના હકમાં એવું ફરમાન લખી આપ્યું હતું કે–
ચૈત્યવાસી યતિઓને સમ્મત મુનિએ જ પાટણમાં રહી શકે, બીજા રહી ન શકે.”
ગુજરાતના રાજાઓએ આજ સુધી આ ફરમાનનું અખંડ પાલન કર્યું હતું.
(જૂઓ, પ્રક. ૩૧, પૃ. ૪૩, ૪૯૪) જેન સંઘમાં વિ. સં. ૪૭ર થી સં. ૧૩૦૦ સુધી ચૈત્યવાસી તરીકે ઓળખાતો એક શ્રમણવર્ગ હતો. (જૂઓ, પ્રક. ૨૩, પૃ૦ ૪૦૧, ૪૦૨) તેમનું પાટણમાં વર્ચસ્વ હતું. સંવેગી, વનવાસી, વિહારુક કે સુવિહિત જૈન સાધુ પાટણમાં રહી શકતે નહીં. રાજા ભીમદેવના શાસનકાળમાં આ મર્યાદામાં એકાએક પલટે આવ્યું. ' ચંદ્રકુળના વડગચ્છના આ૦ વર્ધમાનસૂરિના પટ્ટધર આ૦ જિનેશ્વર અને આ૦ બુદ્ધિસાગર પ્રકાંડ વિદ્વાને હતા, પરમસંવેગી હતા. તેઓ ર૦ ૧૦૮૦ માં પાટણમાં આવ્યા ત્યારે તેમને રહેવા માટે અહીં સ્થાન મળ્યું નહીં. આથી રાજા દુર્લભરાજે ચૈત્યવાસીઓને સમજાવી, તેમની સમ્મતિથી સંવેગી સાધુઓ પણ પાટણમાં રહી શકે એવી વ્યવસ્થા કરી. રાજા આ૦ જિનેશ્વરસૂરિને બહુ માનતો હતો, તેમને રાજસભામાં માનભેર આમંત્રણ આપતો હતો અને તેમને ઉપદેશ સાંભળતો હતો. રાજની આ સન્માનની ભાવનાથી પાટણમાં સુવિહિત સાધુઓને વિહાર ખુલ્લે થયે અને તેમને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org