________________
७८
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ પિતાની બેનના નામથી ચાચિણેશ્વર મંદિર બનાવ્યાં, મહામંત્રી માધવને કહેધર ગામ આપ્યું હતું અને પિતાના ધર્મગુરુ વીરગણિને મેટા ઉત્સવથી આયપદ અપાવ્યું હતું. - રાજા મૂળરાજે પોતાના હાથે સં. ૧૦૫ર શ્રાવણ સુદિ ૧૧ને શુક્રવારે અનુરાધાનક્ષત્રમાં પુષ્પાર્ક અને વૃષલગ્નમાં ચામુંડરાયને પાટણની ગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો હતો. તેનું રાજ્ય માટે ભાગે તેની બેન ચાચિણીદેવી ચલાવતી હતી. ચામુંડરાયને કેઈ સંતાન નહોતું. રાણુઓને કસુવાવડ થતી હતી. આ૦ વીરગણિએ મહામંત્રી વીરના કહેવાથી રાણીઓને વાસક્ષેપ નાખે અને ચામુંડરાયને (૧) વલ્લભરાજ,(૨) દુર્લભરાજ તથા (૩) નાગરાજ એ ત્રણ પુત્રો થયા.
ચામુંડરાયને માળવા સાથે ઝગડો ચાલુ જ હતું. તેણે સિંધુરાજને ભગાડ્યો હતો અને પિતાના પુત્ર વલ્લભરાજને માળવા જીતવાની ભલામણ કરી હતી. તેણે પોતાનું સ્વાથ્ય સારું ન હોવાથી બેન ચાચિની સલાહથી પ્રથમ વલ્લભરાજને ગુજરાતને રાજા બનાવ્યું પણ તે માળવા જતાં રસ્તામાં જ મરણ પામ્યું. એટલે બીજા પુત્ર દુર્લભરાજને ગુજરાતને રાજા બનાવ્યું. પછી ચામુંડરાય શુક્લતીર્થમાં જઈ સં. ૧૦૬૬ માં મરણ પામ્યો. તેને ત્રણ પુત્રે હતા. મહત્તમ વીર અને માધવ મહામંત્રીઓ હતા, લાલશર્મા નામે પુરોહિત હતા. ચામુંડરાય આ૦ વીરગણિ ભક્ત હતો. | વડસમાના દાનપત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે – 'दानफलं च-जिनभवनं जिनबिम्ब जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि । याते गुप्तसमाशते दशगुणे साग्रे त्रयस्त्रिंशता,
मार्गे मासि तमिस्रपक्षनवमी सूर्यात्मजे भुञ्जति ॥९॥ सं० १०३३ सड्ढकाम्बाम्रदेवादीन् चामुण्डराजस्य मम मतम् ॥' (“રાજા ચામુંડરાયનું તામ્રપત્ર’ જૂએ, “ભારતીય
વિદ્યા” નૈમાસિક, વર્ષ : ૨, અંક : ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org