________________
૭૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ બીજ અને દંડક સેમિનાથની યાત્રા કરીને પાછા ફરતાં પાટણ આવ્યા ત્યારે સામંતસિંહે અશ્વપરીક્ષાને દિવસ ગઠવ્યું હતું. આ પરીક્ષામાં રાજે પોતાની અલ્પકલાપ્રવીણતા બતાવી આપી તેથી સૌ ખુશ થયા. લેઓએ માન્યું કે, આ રાજ ઉચ્ચ કુલને નબીરે હવે જોઈએ. રાજવી સામંતસિંહે રાજનાં રાજલક્ષણો અને કલાપ્રવીણતા પારખીને પિતાની બેન લીલાવતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. આ લીલાવતીનું બીજું નામ ચંડિકા હોવાનું પણ જણાય છે. લીલાવતી ગર્ભ વતી બની અને મરણ પામી પણ કુશળ રાજવૈદ્યોએ તેનું પેટ ચીરીને તેના ગર્ભને–બાળકને બચાવી લીધું. એ બાળક મૂળ નક્ષત્રમાં જન્મે હેવાથી તેનું નામ “મૂળરાજ' પાડયું. - સામંતસિંહ દારુડિયો હતો, તે ઘણીવાર ઘેનમાં મૂલરાજને ગુજરાતની રાજગાદીએ બેસાડતો અને સાન ઠેકાણે આવે ત્યારે તેને ગાદીએથી ઉઠાડી મૂકતો. આથી એકવાર મૂળરાજને રાજ્ય મળતાં જ મામા સામંતસિંહને મારી નાખી તે ગુજરાતને રાજા બની બેઠે. તેને સં૯૮માં પાટણમાં રાજ્યાભિષેક થયે. તેના રાજ્યાભિષેકની બે સાલો મળે છે. (૧) સં- ૯૮ અને (૨) સં. ૧૦૧૭ (વિચારશ્રેણી).
માળવાના મુંજરાજે અને સાંભર કે રણથંભેરના વિગ્રહદેવે તેને શરૂઆતમાં કનડગત કરી હતી, પણ તે કુનેહ વાપરીને ધીરે ધીરે ઊંચે ઊઠવા લાગ્યું. તેણે નાડોલના ચૌહાણે સાથે મૈત્રી સ્થાપી. સૌરાષ્ટ્રને વિશ્વવરાહ પ્રહરિપુ, વઢવાણને ધરણવરાહ, કચ્છને લાખાણી, લાટને બારપ, આબુ પરમાર અને ભિન્નમાલના સિંધુરાજને જીતી લઈ ગુજરાતની સત્તા વધારી.
રાજા મૂળરાજે પાટણમાં મૂળરાજવસતિ નામે જિનમંદિર, મૂળ રાજસ્વામી મંદિર અને ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યા. વઢિયાર (વધિવિષય)ના માંડલી ગામમાં મૂલેશ્વરનું મંદિર સ્થાપી તેની પૂજા માટે સં૦ ૧૦૪૩ માં કઈ ગામ દાનમાં આપ્યું. તે દર સોમવારે સિદ્ધપુર એમનાથની યાત્રાએ જતો હતો, તેની પૂજા માટે સં૦ ૧૦૪૩ માં દાન આપ્યું. તેણે સિદ્ધપુરમાં રુદ્રમાળ બનાવ શરૂ કર્યો હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org