________________
७४ - જેન પરંપરાને ઇતિહાસ–ભાગ ૨ [ પ્રકરણ નામે સંકળાયેલાં છે. અધૂરા લેખકે ઘણી વાર તે તે રાજાઓની હયાતી કે કાલસામ્ય વગેરે બાબતોમાં કલ્પિત વિસંવાદ ઉઠાવે છે. આથી સામાન્ય વાચકે શંકામાં પડી જતાં મૂંઝાય છે. તેથી અહીં પહેલાં તે તે રાજાઓ અને રાજવંશેની બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. માટે અમે અહીં ઘણું રાજવંશેની તાલિકા આપી છે. લેખકો અને વિચારકો આમાંથી ઘણે ખુલાસે મેળવી શકશે અને ઈતિહાસને ન્યાય આપી શકશે.
ચૌલુક્ય રાજાવલી ચૌલુક્ય એ કનોજના પ્રતિહારવંશની એક શાખા છે. તેનાં ચલુક્ય, ચિરિક્ય, ચક્ય, ચલિક્ય, ચાલુક્ય, ચુક્ય, ચૌલકિક, ચૌલુક્ક, ચૌલુક્ય, સેલુખી અને સોલંકી એવાં વિવિધ નામે જાણવા મળે છે. મોટે ભાગે આ વંશના રાજાઓ દક્ષિણમાં અને ગુજરાતમાં થયા છે. દક્ષિણમાં ચૌલુક્ય વિજયાદિત્યના વંશજોએ અને ગુજ. રાતમાં ચૌલુક્ય સામંત રાજિના વંશજોએ રાજ્ય ભેગવ્યું હતું. - કેનેજના પ્રતિહારવંશીય ભેજદેવનું બીજું નામ આદિવરાહ હતું. જ્યારે દક્ષિણના ચૌલુક્યોનું રાજચિહ્ન વરાહ હતું એમ જણાય છે. ગુજરાતના ચૌલુક્ય રાજવીએ જેનધર્મ અને શૈવધર્મને સમાન ભાવે માનતા રહ્યા હતા. તેથી જેન, બૌદ્ધ અને શૈવ એ ત્રણે ધર્મોના દેવચિહ્ન તરીકે માન્ય થયેલ બળદ જ ગુજરાતનું રાજચિહ્ન બન્યો હતે.
મૌર્યવંશમાંથી પ્રતિહાર વંશ ઊતરી આવ્યો એ જ રીતે ચૌલુક્યો પણ મૌર્ય ચંદ્રગુપ્તના વંશજ હતા તેથી તેઓ ચંદ્રવંશી મનાય છે.
પ્રતિહાર ભેજદેવના સમયમાં પ્રાચીન ગુજરાત, ભિન્નમાલને પ્રદેશ, સારસ્વતમંડલ, લાટ, નવસારીને પ્રદેશ, માલવા અને સૌરાષ્ટ્ર એ કનેજને આધીન હતાં પરંતુ વનરાજ ચાવડાએ કનેજની સત્તા ફગાવી દઈ, અણહિલપુર પાટણમાં ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org