________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો પ્રકરણ બનાવીને તે પ્રતિજ્ઞા પૂરી કરાવી હતી. તેણે લુંટારાના સરદાર બરકને જીતીને પિતાની આજ્ઞા હેઠળ આર્યો હતો. . ઇતિહાસ કહે છે કે, ગુજરાતના ચાવડાઓ ચાંચિયાપણું કરતા હતા, તે ચાંચિયાગીરી વનરાજ ચાવડાએ બંધ કરાવી હતી.
સોરઠના ચૂડાસમા રાજાઓ પણ એ જ કોટિના રાજાઓ હતા. તેઓ કેડીનાર, પ્રભાસપાટણ, ગિરનાર તથા દ્વારિકાના જેન, શૈવ યાત્રિકને લૂંટતા હતા અને રંજાડતા હતા. સમુદ્રમાં વેપારી વહાણને પણ લૂટતાં હતા. તેઓ લૂંટ, ચોરી, ચાંચિયાપણું અને વ્યભિચારના માર્ગે ચડી ગયા હતા. એ કારણે તેઓ યાદવ હોવા છતાં “આભીર’ કહેવાતા હતા. તેમની એ પાશવી લીલાનો અંત લાવવા માટે સિદ્ધ રાજે પોતાની તરવાર ઉઠાવી. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૭૦ માં જૂનાગઢના રાજા ખેંગારને કપટથી પકડીને કેદમાં પૂર્યો. આ રાજમાતા મીનળદેવીને સોમનાથની યાત્રાની ઉત્કટ ઇચ્છા હતી. સિદ્ધરાજે તેને સાથે લઈને સોમનાથની પહેલી યાત્રા કરી. ભાલેદને ૭૨ લાખની આવકવાળે યાત્રાનો કરેરે તેણે સદંતર બંધ કરાવ્યું અને સં૦ ૧૧૭૦ થી સિંહ સંવત ચલાવ્યો. રા'ખેંગાર અને રાણકદેવડી સં૦ ૧૧૭૬ માં મરણ પામ્યાં. તે પછી સેરઠમાં મંત્રી સજજનની દંડનાયક તરીકે નિમણુંક કરવામાં આવી. આ યુદ્ધમાં ત્રિભુવનપાલ અને મંત્રી ઉદયન સાથે હતા.
માળવા અને ગુજરાતના વચલા પ્રદેશે માટે અવારનવાર ઝગડે ઊભું થતું હતું. સિદ્ધરાજ સં૦ ૧૧૮૫ માં સોમનાથની યાત્રાએ ગયો ત્યારે માળવાના રાજા નરવર્માના યુવરાજ યશોવર્માએ ગુજ
૧. ચૂડાસમા રાજા (૧) હમીર, (૨) ધરણીવરાહ, (૪) ગ્રહરિપુ, (૧૦) ખેંગારનાં કારનામાં ઇતિહાસને પાને લખેલાં મળે છે. સં. ૧૧૬ થી ૧૧૭૦ની વચ્ચે પાટણના એક સંધપતિ સાથે બની ગયેલે છેલ્લે તાજો જ પ્રસંગ હતો. સોરઠનો રાજા ગ્રહરિપુ સ્વતંત્ર થઈ. જઈ પ્રભાસના સોમનાથની યાત્રાએ જનારને લૂંટવા લાગ્યા.
-મહી રૂ૫૦ ને ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org