________________
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ એવા ખ્યાલથી પાલી બહાર ચાલ્યા ગયા હશે પણ પછી ગૂર્જરેશ્વર કુમારપાલે પ્રજાને સાંત્વન આપી પાલીને પૂર્વ સ્થિતિમાં લાવવા ધ્યાન આપ્યું હશે. આ ઘટના બન્યા પછી ગુજરાતીઓ પાલીમાં આવીને વસ્યા હોય એમ જણાય છે. એ સ્થળ આજે પણ ગુજરાતી કટરા” નામથી પ્રસિદ્ધ છે. તે પછી પાલી ઉપર એ જ શતાબ્દીમાં બીજી વાર પણ આફત ઊતરી.
દિલ્હીના બાદશાહ શાહબુદ્દીન ઘેરીએ ભારત ઉપર ત્રણ વાર આકમણ કર્યું હતું. તેણે હીજરી સં૦ ૫૭૪ (વિ.સં.૧૧૨૩૪)માં ગિઝનીથી મુલતાન થઈ સીધા ગુજરાત ઉપર સવારી મેકલી; અને કુતબુદીન ઐબકે સં. ૧૨૫૪ માં ગુજરાત ઉપર ફરી વાર સવારી કરી.
(જુઓ, પ્ર. ૪૪, દિલ્હીના બાદશાહ) આ સમયે શાહબુદ્દીને કે કુતબુદ્દીને પાલી ભાંગ્યું હતું. તેમાં મુસલમાન સેનાએ એ ક્રૂર વર્તાવ કર્યો કે, પાલીની બ્રાહ્મણ, મહાજન, વૈશ્ય વગેરે હિંદુ પ્રજાએ સદાને માટે પાલીને પણ ત્યાગ કર્યો અને બીજે જઈને વસવાટ કર્યો. તેઓ જુદા જુદા શહેરમાં જઈને વસ્યા. પાલીથી ઉચાળા ભરી જનારી આ પ્રજા પાલીનું પાણી હરામ કરીને ગઈ તે આજે પણ તેને વંશજોમાંથી પાલી જાય છે ત્યાંનું પાણી પીતા નથી. તેમના વંશજો પલ્લીવાલ કે પાલીવાલ નામથી આજે પણ પ્રસિદ્ધ છે.
આ પલ્લીવાલવંશની વરડિયા વગેરે અનેક શાખાઓ છે. પલ્લીવાલગચ્છ–
આ પાલીને એક શ્રમણગચ્છ હતો, પણ તેની ઉત્પત્તિના ઈતિહાસની કઈ વિશ્વસ્ત પટ્ટાવલી મળતી નથી, પરંતુ શિલાલેખના આધારે તારવી શકાય છે કે, વડગચ્છના આ ઉદ્યોતનસૂરિએ સં. ૯૯૪માં આબૂની તળેટીમાં ટેલીગ્રામની પાસે એક મેટા વડના ઝાડ નીચે પોતાના ૫૦ સર્વદેવ, પ૦ પ્રદ્યોતન, પં૦ માનદેવ, પં૦ મહેશ્વર વગેરે ૮ શિષ્યોને એકીસાથે આચાર્ય બનાવ્યા. તે પૈકીના આ ઉદ્યોતનસૂરિના શિષ્ય સં૧૧૪૪ના મહા સુદિ ૧૧ સુધી “પ્રદ્યોતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org