________________
૭૦ જે પરંપરાને ઇતિહાસ-ભાગ ર ( પ્રકરણ ના રોજ ભેમાં આ બપ્પભદિત ચતુર્વિશતિની પ્રતિ લખી હતી.
(જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્રશસ્તિ ૬૬) દેવાનંદિતગચ્છના આ શીલભદ્રસંતાનયની સં. ૧૨૧૪ ની ગુરુમતિ મહેસાણાના મોટા દેરાસરમાં વિદ્યમાન છે.
આ વિમલચંદ્રસૂરિ–વનવાસીગચ્છના છેલ્લા વિહારુક આચાર્ય હતા. તેમની પાટે આ ઉદ્યોતનસૂરિ થયા, જે વડગચ્છના પ્રથમ આચાર્ય હતા.
આનેમિચંદ્રસૂરિ આ ઉદ્યોતનસૂરિને પરિચય ટૂંકાક્ષરીમાં આ રીતે આપે છે –
આ ઉદ્યોતનસૂરિ ભટ જ બૂસ્વામીની પરંપરામાં ચંદ્રકુલની વિહારુક શાખામાં થયા. તેઓ વડગચ્છના અલંકારસમાં હતા. તેઓ પાંચ ઇંદ્રિયથી સોહામણ, ક્ષમાધર, જીવંત ધર્મસ્વરૂપ, સૌમ્ય, સ્થિર-ગંભીર, અશુભ ભાવનાથી રહિત, રાગ-દ્વેષ અને અહંકાર વિનાના, નિર્મલ ગુણવાળા, નવકલ્પ વિહારી, વિદ્યાવાન, આ પ્રદ્યુમ્ન, આ૦ માનદેવ, પ્રસિદ્ધ આ સર્વ દેવ વગેરે શ્રમણ પરિવારથી વરાયેલા હતા.
(ઉત્તરજઝયણસુત્ત-વૃત્તિ, મહાવીરચરિય,
સં૦ ૧૧૨૯, ૧૧૩૯ પ્રક. ૩૫, પૃ૦ ૧) તેઓ દીર્ધાયુષી હતા. ઘણાં વર્ષો સુધી આચાર્યપદે રહ્યા હતા. તેમણે સં૦ ૯૯૭માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
(નાહર, જેનલેખસંગ્રહ, લેખાંકઃ ૧૦૭૯) તેમણે સં૦ ૯૪ માં વડગચ્છની સ્થાપના કરી હતી અને સંભવતઃ સં. ૧૦૧૦ પહેલાં સ્વર્ગગમન કર્યું હશે. તેઓ હમેશાં દિવસમાં એક વાર જ આહાર લેતા હતા. તેમની કૃપાથી ચણક વ્યાપારી ધનાઢય બન્યું હતું.
(–ભક્તામર સ્તોત્ર-વૃત્તિ) તેઓ પૂર્વ દેશનાં તીર્થોની યાત્રા કરી સં૦ ૯૯૪ માં આબુપ્રદેશમાં યાત્રાર્થે પધાર્યા. જ્યારે તેઓ આબૂની તળેટીમાં તેલી ગામમાં વિરાજમાન હતા ત્યારે આકાશમાં નજર નાખતાં પ્રચારના ભેગથી એકાએક જોયું કે, “કાલનો દિવસ ઉત્તમ છે, શુભ ગ્રહ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org