________________
૬૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પ્રથમ પ્રથિમસિંહ (પત્ની પ્રીમલદેવી), સાલ્હા અને ધનરાજ થયા. સોની પ્રથિમસિંહને સિંહ નામે ભાઈ અને સિંહાક નામે પુત્ર હતા. સિહાક પ્રીતિવાળ, ગુણવાળે અને પ્રતિભાશાળી હતો. સિંહાકે કાકા સિંહની આજ્ઞાથી સં. ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ પાટણમાં તપાગચ્છના આ૦ જયાનંદસૂરિ તથા આઇ દેવસુંદરસૂરિને આચાર્ય પદમહત્સવ કર્યો.
$ સિંહાક અને ધનરાજે કાકા સિંહની આજ્ઞાથી સં. ૧૪૪૧માં ખંભાતમાં તમાલીમાં સ્તંભન પાર્શ્વનાથના ચૈત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો અને આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ જ્ઞાનસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો.
હું તેના જ કાકા ભાઈએ લખમસિંહ, રામસિંહ અને ગોવાલે સં. ૧૪૪૨ માં આ૦ દેવસુંદરસૂરિના પટ્ટધરે આ૦ કુલમંડનસૂરિ તથા આ૦ ગુણરત્નસૂરિને સૂરિપદમહોત્સવ કર્યો.
$ એની પ્રથિમસિંહ પલીવાલના પુત્ર સાલ્હાએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સોમવારે ખંભાતમાં પંચાશક-વૃત્તિ” તાડપત્ર પર લખાવી. (પ્રશસ્તિ : ૪૦)
$ ભરતપુરના દિવાન જેઘરાજજી પલ્લીવાલે ભ૦ મહાવીરસ્વામીનું મંદિર બનાવી તેની વિજયગ૭ના ભટ્ટારક પાસે પ્રતિષ્ઠા કરાવી.
$ વિવિધ ગ્રંથપ્રશસ્તિઓના આધારે જણાય છે કે, નંદાણું ગામને જસદ્ પલીવાલ આ૦ યશભદ્રસૂરિને, આભડ પલ્લીવાલ આવે માનતુંગસૂરિને, શેઠ અરિસિંહ તથા કુમારદેવી આ૦ જિનપ્રભસૂરિના તથા આગમગછના આ રત્નસિંહના ભક્ત શ્રાવકે હતા.
હું પલ્લીવાલ શેઠ સાહુ પદમાં પત્ની તેજલે કુલગુરુની આજ્ઞાથી ભ૦ મુનિસુવ્રતસ્વામીની દેરી કરાવી.
(નાહર, જેનલેખસંગ્રહ, લેખાંક : પ૭) $ ઠ૦ પલીવાલે સં. ૧૨૭૧ ના અષાડ સુદિ ૮ ને રવિવારે ભ૦ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુમૂર્તિ પાટણમાં વિરાજમાન છે.
(–આ૦ બુદ્ધિસાગર, જેનપ્રતિમા લેખસંગ્રહ, ભા૧, લેખાંકઃ ૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org