________________
દીક્ષિત થયેલા પ્રવર્તક પૂ. મુનિ શ્રી નિરંજનવિજયજી મ. શ્રુત-સાહિત્યાનુરાગી છે એમ તેમને અર્ધશતાબ્દિથી પણ વધુ કાળને સુદીર્ઘ ચારિત્રપર્યાય પૂરવાર કરે છે. તેઓશ્રીએ સ્વ-ક્ષપશમ અનુસાર, આજ સુધી કરેલ જનભેચ્ય શ્રત–સેવાના ફલસ્વરૂપે, જૈન કથા તથા ઉપદેશ સાહિત્યના ૧૫૦ જેટલા વિવિધ પ્રકાશને સમાજને સાંપડયા છે. આ બધાં પ્રકાશનની છ લાખ જેટલી પ્રતિઓ પ્રચાર પામી એ હકીકત જ આ પ્રકાશનેની ઉપયોગીતા તથા લેક–પ્રિયતા સિદ્ધ કરે છે.
પૂ. પ્રવર્તક મુનિશ્રીના ચારિત્ર પર્યાયના પક વર્ષ થતાં, ગુરૂ-ગુણાનુવાદથી સભર એવું સ્વ. પૂ. ગુરુ દેવેશનું જીવનચરિત્ર “ગુરૂ-અર્થે રૂપે ધરવાની જે ભાવના તેમના હૃદયમાં અનેક વર્ષોથી સંઘરાયેલી પડી હતી તેને મૂત–સ્વરૂપ આપવા તેઓ કટીબદ્ધ બન્યા. તેમના સ્વાથ્યની પ્રતિકુળતા તથા બીજી સાંગિક વિષમતાઓને ગણકાર્યા વગર તેઓ આ કાર્યને સમર્પિત થયાં. જેના પરિણામ સ્વરૂપે આજે અમે “શ્રી નેમિ સૌરભ' નામને આ સચિત્ર અને દળદાર એપ સહુ સમક્ષ રજુ કરવા શક્તિમંત બન્યા છીએ
સ્વ-પર ઉપકારક તથા કર્મક્ષયકારી એવા આ પુરૂષાર્થમાં અમે જે યત્કિંચિત્ રૂપે સગી બની શક્યા છીએ તેના મૂળમાં પૂ. પ્રવતકજી મહારાજની પ્રેરણા, આશીર્વાદ અને માર્ગદર્શન જ સમાયેલા છે. આથી સર્વ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org