________________
૩૭
- આ ગ્રંથના સંયોજક પ્રવર્તક મુનિશ્રી નિરંજન વિજયજી મહારાજ આજીવન સાહિત્યની પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેઓ શાસનસમ્રાટશ્રીના હસ્તે દીક્ષિત થયા અને સાથે સાથે તેઓની સેવામાં વર્ષો સુધી રહ્યાં હતાં. શાસનસમ્રાટ પ્રત્યેની અપૂર્વ ભકિતથી પ્રેરાઈને તેમણે સચિત્ર જીવન ચરિત્ર તૈયાર કરેલ છે.
આ ગ્રન્થને જિજ્ઞાસુભાવે વાંચનારને પિતાના જીવન વિકાસ અને આત્મસ્થાન માટે ઘણું બધું ભાતું મળી, આવશે એ ચોકકસ છે.
પુણ્ય પુરુષના ચરિત્રને સાંભળવાની ઈચ્છા સામાન્ય પણે સી કેઈને હેય છે અને એના શ્રવણ-વાંચનથી ઉપકાર થયાના કેટલાયે દષ્ટાંતે મળી આવે છે. એક સુભાષિતમાં આ વાત સરસ રીતે સમજાવી છે. “સાધૂનામુપકતું, લક્ષ્મી દ્ર વિહાયસાગતું; કસ્ય કુતૂહલિ ન મનશ્ચરિતં પુણ્યાત્મનાં શ્રોતુમ. અર્થાત્ સાધુ સજજન પુરૂષને ઉપકાર કરવા માટે, લક્ષમીની શેભાને નિહાળવા માટે, આકાશ માર્ગે જવા માટે અને પુણ્ય પુરૂના ચરિત્રને સાંભળવા માટે કેણ એ છે છે કે જેનું મન કુતુહલવાળું ન બને ?
આ જીવનચરિત્રને વાંચી ભવ્યાત્માએ જ્ઞાન-દર્શન ચારિત્રની નિર્મલ આરાધના દ્વારા આત્મ-કલ્યાણ સાધી પરમપદના ભાગી બને એજ એક શુભાભિલાષા. ડી. સુદ ૧૦ સેમવાર
હેમચન્દ્રસૂરિ વિ. સં. ૨૦૪૨
સુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org