________________
શ્રી નેમિ સૌરભ
કિરણ પંદરમું
પૂજયશ્રીની વેધક વાણું
મમાં વિહરતા સૂર્યદેવની જેમ અપ્રમત્તપણે વિચરતા ચરિત્રનાયક પૂજ્યશ્રી માર્ગમાં લીંબડી પધાર્યા. લીંબડીમાં પૂજ્યશ્રીને મુનિરાજશ્રી આનંદસાગરજી મ. મળ્યા. તેઓશ્રી સાથે આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ થોડા દિવસ થિરતા કરી. પૂજ્યશ્રી પાસે મુનિશ્રી આનંદસાગરજી મહારાજ વ્યાકરણાદિનો અભ્યાસ કરવા લાગ્યા. વ્યાકરણ વિના ગૂઢ પ્રશ્નોના ઉત્તર આપી. પૂજ્યશ્રીએ તે ખૂબ જ પ્રેમપૂર્વક સરસ રીતે લાગણીથી ભણાવતા, પરસ્પર બન્ને યુવાન મુનિભગવંતો ખૂબ આનંદથી સાથે રહ્યા. અનેક બાબતોની પરસપર ખૂબ વાતો કરી. બને મુનિભગવંત શાસનના દઢ પ્રેમવાળા હતા. અને નિખાલસભાવે સાથે ચેડા સમય રહીને પરસ્પર ખૂબ રાજી થયા.
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org