________________
શ્રી નેમિ સરભ પછી તે પ્રતિદિન સમય મેળવી વિદ્રદષ્ટિ કરવા આવવા લાગ્યા. પૂજ્યશ્રી પાસે ખૂબ ખૂબ જ્ઞાન લેવા લાગ્યા. તેઓ પૂજ્યશ્રીના પરમ ભક્ત બની ગયા. બીકાનેરમાં ચાતુર્માસ બિરાજવા માટે ખુબ આગ્રહ કર્યો.
એજ અરસામાં મુનિ શ્રી નંદનવિજયજી મ.ની તબીયત નરમ થઈ તેથી જયપુરના રાજૌદ્ય લક્ષ્મીલાલજીને લઈને ચાંદલજી પૂજ્યશ્રી પાસે આવ્યા.
હૌદ્યરાજે મુનિશ્રીની તબીયત તપાસીને જણાવ્યું કે, “આ મહારાજનું હૃદય બહુ નબળું છે, માટે હમણાં તેમને બિલકુલ પરિશ્રમ ન કરવા દેવ. એમને દવામાં ભમ વિગેરે દ્રવ્યોની ઔષધિ આપવી પડશે.”
શ્રી ઢઢ્ઢાજીએ તરત જ એ અંગે સર્વ વ્યવસ્થા કરવાનું નકકી કર્યું પણ પૂજ્યશ્રીએ એ સર્વથા માટે ના પાડીને કહ્યું કેઃ “આવી ભારે દવા હમણાં નથી કરવી, અત્યારે આપણી ચાલું દવાનો ઉપગ કરીએ, પછી જરૂર પડશે તે વૈદ્યરાજની દવાનો ઉપયોગ કરીશું.” - આ પછી પૂજ્યશ્રીએ મુનિશ્રી નંદનવિજયજીને આધાસન આપીને એગ્ય ઉપચારો કર્યા. બીકાનેરમાં એક માસની સ્થિરતા કરી. ધીમે ધીમે તબીયતમાં સારે એ સુધારે થવા લાગે.
૪૬૫
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org