________________
શ્રી નેમિ સેરભા શ્રી નંદનવિજ્યજીની સારવાર માટે મોકલાવ્યા. પણ પૂજ્યશ્રીએ તેમની દવા કરવાની ના પાડી. જે ઉપચાર ચાલુ છે તેથી ઘણે ફેર છે. દેશનેથી નાગેર તરફ વિહાર કર્યો.
નાગર પધારીને પંદરેક દિવસ સ્થિરતા કરી. વ્યાખ્યાન વાણી સાંભળીને લેકે પ્રભાવિત થયા. ઉપાશ્રયની બાજુમાં એક મોટું મકાન હતું એ મકાન ઉપાશ્રયમાં ભળે તે ઉપાચ વિશાળ થાય. તે સંબંધી ઉપદેશ આપતાં તે મકાન માલિક-શ્રાવક ઉપાશ્રય ખાતે મકાન ભેટ આપી દીધું.
નાગરથી વિહાર કરતા માર્ગમાં ખજવાણ ગામે નાગોરવાળા શા. ભરૂબા કાનમલજી સમદડીયા વંદનાથે આવ્યા. ત્યારે પૂજ્યશ્રીએ તેમને પ્રેરણાત્મક ઉપદેશ આપે. જેથી નાગરમાં તપાગચ્છની વાડી, ધર્મશાળા અને દેરાસર બંધાવ્યા.
ખજવાણાથી મેડતારેડ- ફલોદી પાર્શ્વનાથના તીર્થની ચાત્રા કરીને મેડતા પધાર્યા. મેડતા માં મહાયોગી શ્રી આનંદઘનજી મ. મહા મહિપાધ્યાય શ્રી યશોવિજયજી મ, ના નામથી પ્રસિદ્ધ મેટા ઉપાશ્રય છે. કહેવાય છે કે આ બંને મહાપુરુષે આ તરફ અનેકવાર વિચરેલા. અહીં પૂ. ઉપાધ્યાયજી મ. એ ઘણુ ગ્રંથ રચેલા. અહીં ૧૪ દેરાસરો છે.
४६७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org