________________
પણ હતા. વિદ્વત્તાની વિક્ટ કેડીઓ ચાતરીને જન-મનપરિવર્તનના રાજમાર્ગે જતી તેમની તેમની તત્ત્વસભર છતાં સરળ વ્યાખ્યાન શૈલીના કારણે અનેકાનેક જીવે તેમના ઉપદેશ દ્વારા જીવનના શાશ્વત મૂલ્યો અને સત્યોને પામવા ઉદ્યમશીલ બન્યાં હતાં. આવી રીતે ઉદ્યમવંત બનેલા આત્માઓની પ્રયત્નશીલતા આજે પણ તેમને પ્રગતિના પંથે આગેકૂચ કરાવી રહી છે.
તેઓશ્રીની ઉપદેશ-ધારાને પ્રવાહજન્ય પ્રભાવ એ. ચમત્કારિક હતો કે જેથી જન–સામાન્યને તેમના જિંદા જીવનમાં ધર્મ-સાધના-આરાધના માટે આવશ્યક એવી સાધન-સંપન્નતા અને શાંતિ પ્રાપ્ત થાય. આના જ પરિણામ રૂપે સ્વ. પૂ. યુગ–દિવાકર આચાર્યશ્રીના ઉપદેશથી જૈન સમાજના મધ્યમ અને નીચલા થરના વર્ગને લાભકારક એવી અનેક જનાઓ તથા સંસ્થાઓ સાકાર થઈ અને સફળ રહી. આ સાથે. પરમાર્થના પરમ આલ બન સ્વરૂપ જિન-મંદિરના જીર્ણોદ્ધાર તેમજ યથાગ્ય રૂપના નૂતન જિનમંદિરના નિર્માણ-કાને. રવ. પૂ. આ. ભ. શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજે સ્વ–પરિશ્રમ-સભર ઉપદેશથી અપૂર્વ એવે વેગ આપ્યો હતે.
આવા પૂ. યુગ–દિવાકરશ્રી ઉપર સ્વ. પૂ. શાસન સમ્રાટની પ્રારંભથી જ સવિશેષ એવી કૃપા હતી જ. તેઓશ્રીની સહજ–રોગ્યતા તથા ગુણસંપન્નતા જોઈને જ સ્વ. પૂ. શાસનસમ્રાટે વિ. સં. ૨૦૦૨માં તેમને ઉપાધ્યાયપદથી સમલંકૃત કર્યા હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org