________________
શ્રી નેમિ સૌરભ
એક માસની સિરિતામાં આજુ-બાજુના ગંગાસર, ભીમાસર વિગેરે ગામના સંઘે પૂજ્યશ્રીના વંદનાર્થે આવતા અને પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય આદિ ધામધુમથી કરતાં. * બીકાનેરની આજુબાજુના જંગલોમાં એકાએક ઉંદરે મરવા લાગ્યા. એક દિવસે પૂજ્યશ્રીને ખ્યાલ આવી ગયે. અનુભવ સાગર સમા પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે, “અહીં થોડા સમયમાં હવા બગડવાનો સંભવ છે, અને પ્લેગને રોગ થવાને સંભવ છે. માટે હવે અમારે અહીંથી વિહાર કરવો જોઈએ.”
આ સાંભળીને ભાવિક શ્રાવિકે એ વિનંતી કરી કે : “સાહેબ ! આપ આ ભય શા માટે રાખે છે ? અહીનું વાતાવરણ તે બિલકુલ સ્વછ જ છે.” છતાં આપે વિહારને નિર્ણય જાહેર કર્યો. બીકાનેરથી વિહાર કરીને ઉદ્દામસર થઈ દેશનોક પધાર્યા.
અહીં પૂજયશ્રીને સમાચાર મળ્યા કે, “બીકાનેરની હવા બગડી અને પલેગના લોકો ભેગા થયા. સમજુ લોકો કહેવા લાગ્યા કે, પૂજ્યશ્રી ખુબ જ અનુભવી મહાપુરુષ છે. એમણે તે પલેગની વાત મહીના પહેલા જાહેર કરી હતી.”
શ્રી ઢઢ્ઢાએ અહીં પણ વૈઘ તથા ડેકટરને મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org