________________
શ્રી નેમિ સૌરભ
સાહિત્યકારેએ કલ્પના કરી, તે તે રસથી થતાં તે તે પ્રકારના અનુભવના આધારે. એ જ રીતે અહી નવ પદના જુદા જુદા વર્ગો-રંગ બતાવેલા છે.
શ્રી અરિહંતદેવને વર્ણ વેત છે. તે એટલા માટે કે અરિહંત પ્રભુ શુક્લ યાન ધરી રહ્યા છે. અને ગુફલ ધ્યાનની તેમની અવસ્થાને ખ્યાલ કરવા માટે આપણે તેમને વેતવર્ણવાળા માની તેમની આરાધના કરીએ છીએ.
સિદ્ધ ભગવંતને વર્ણ લાલ હોવાનું કારણ એ છે કે, તેઓ ઉદ્દીપ્ત અગ્નિ જેવા લાલચોળ બનીને આ કર્મરૂપ કાષ્ઠને બાળે છે, એ પરિસ્થિતિનું ભાન કરવા માટે એમની આરાધના લાલ વણે કરાય છે. . .. આચાર્યદેવને પળે વર્ણ સૂચવે છે કે આચાર્ય એ શાસનના રાજા છે. રાજા સેનાના વિવિધ આભૂષણથી શોભતે હોય છે. તેનું પીળું હોય છે. આચાર્ય પણ રાજા હોવાથી તેમને પળે-કનકવણું મનાય છે.
" ઉપાધ્યાયને લીલે વર્ણ ક૯પવાને હેતુ એ કે, નીલમ રત્નની જેમ તેઓ પણ ખૂબ શીતલ અને આહાદાકારક હોય છે, તેમની કાતિ-તેજ પ્રશાન્ત હોય છે. નીલમ લીલું છે. માટે ઉપાધ્યાયજીની આરાધના પણ નીલવણે કરાય છે.
૪૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org