________________
શ્રી નેમિ રભ આવા અનેક વ્યાખ્યાને સાંભળવાથી અનેક ભાગ્યશાળીઓના દિલમાં દયાના દીવા ઝગ્યા, દાનના ભાવ પ્રગટયા, તપના ઉમળકા જાગ્યા, વ્રત-નિયમના મનોરથ ખીલ્યા, પૂજા, પ્રતિકમણુ–સામયિકમાં સ્નેહ વધ્યા, ભવનાશિની ભાવનાઓમાં સતત સ્નાન કરવાનું દેવત પ્રગટ્યું. પાપ તેમજ પાપવૃત્તિને નાબુદ કરવા શુદ્ધ બુદ્ધિ જાગી,
બીકાનેરમાં શ્રી ચાંદમલજી ઢઢ્ઢા નામે એક પ્રતિષ્ઠિત, ધનવાન અને આગેવાન ગૃહસ્થ હતા. બીકાનેર-નરેશ તેમને પિતાના કાકા તરીકે માનતા. તેમને વિદ્યાભ્યાસને અદ્ભુત શેખ હતે. સાહિત્ય-વિષયનું તેમનું જ્ઞાન ઘણું ઊંડું હતું. વિવિધ શાસ્ત્રાભ્યાસને શેખ હતો. તેથી શ્રી જગદયાળ નામના એક વિદ્વાન પંડિતવરને રાખ્યા હતા. તેમની સાથે હંમેશાં તેઓ બે કલાક જેટલે સમય વિદ્યા વિદ-ચર્ચા-વિચારણામાં ગાળતા. નવપદની તાત્વીક વિચારણું :
તેઓ હંમેશાં પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતાં ખૂબ લક્ષપૂર્વક સાંભળતા. “શ્રી સિદ્ધચક્રજીના નવપદેના જુદા જુદા વર્ણ શા માટે ?” આ પ્રશ્ન તેમના અંતરમાં કેટલાક સમયથી ઘળાતે હતું. તેમણે ઘણુ વિદ્વાને, પાસે આ પ્રશ્ન રજુ કરેલે, પણ તેને ગ્ય ઉત્તર તેમને કયાંયથી આજ સુધી મળ્યું ન હતું. તેમને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org