________________
શ્રી નેમિ સૌરભ
ચર્ચા થવા લાગી. એની જાણ થતાં આપણા ચરિત્રનાયક પૂજયશ્રીએ આગેવાનોને બોલાવીને કહ્યું કે, “ તમારે સામેચાની બાબતમાં ગભરાવાની જરૂર નથી. સંઘમાં મતભેદ થાય એવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી. તમે બધાં સામે આવશે એ મેટું સામૈયું જ છે ને !
પૂજ્યશ્રીની આવી ઔદાર્ય પૂર્ણ નિખાલસતાથી સંઘના આગેવાનોને આનંદ થયે. અને કહ્યું, “આમાં કાંઈ વિચારવાની કે મતભેદની વાત છે નહિ સાહેબ ! આ તે અમારા સંઘના આનંદની વાત છે. અને અમારે સામૈયું કરવાનું જ છે.”
બીજે દિવસે પૂજ્યશ્રીએ બીકાનેરમાં ધામધુમપૂર્વક પ્રવેશ કર્યો. અહીં મુનિવર્ય શ્રી અમીવિજયજી મ. આદિ મળ્યા. તેઓ તપગચ્છના ઉપાશ્રયે હતા અને તે ઉપાશ્રય ન હતું તેથી સંઘની આગ્રહભરી વિનંતી હોવાથી રાંગડી ચોકના ઉપાશ્રયે પૂજ્યશ્રી પધાર્યા.
પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનમાં લે કે સારી સંખ્યામાં આવવા લાગ્યા. મન મૂકીને વરસતા મેઘની જેમ પૂજ્ય શ્રી પણ ધર્મવારિ વહાવવા માંડયા. આત્માના સ્વભાવ વિરુદ્ધના આચરણનો ત્યાગ કરવા માટે દાન-શીલતપ-ભાવ રૂપ ધર્મ પાળવા-પળાવવાની વાત વિગતે સમજાવવા માંડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org