________________
શ્રી નેમિ સૌરભ વંત શ્રાવકના હસ્યામાં જાણે હર્ષનું પૂર ઉભરાયું. ભાવવિભેર થઈને ભકિત ભર્યા હએ વિનંતી કરીને કહ્યું : “ભગવંત ! આપ તે મંત્ર વિદ્યામાં પારંગત છે અને કૃપા ભંડાર છો. આપ એ કોઈ ઉપાય કરે. જેથી અમે–સંઘને એ પવિત્ર શ્રેષ્ઠ પાષાણની પાટમાંથી ઘડાઈને તૈયાર થયેલી દિવ્ય મૂર્તિના જરદી-દર્શન થાય.”
ઉત્તમ શ્રદ્ધાવંત શ્રાવકની વિનંતીથી કૃપા સિંધુ મહાન ભવિષ્યવેતા સૂરીશ્વરે, વિશુદ્ધભાવે અઠ્ઠમ તપ કરીને પદ્માવતી દેવીની આરાધના કરી. તપ બળે પાવતી માતા હાજરા હજુર થયાં. ગુરૂભગવંતને પૂછ્યું: “મને શા માટે યાદ કરી ?”
સૂરીશ્વરે કહ્યું : “માતાજી! અહીં ભૂમિમાં રહેલી દિવ્ય પાટ પાષાણની છે તેમાંથી પ્રભુજીની દિવ્ય મૂર્તિ જલદી થાય તે ઉપાય બતાવો.”
પદ્માવતી માતાજીએ કહ્યું : “ગુરૂદેવ ! પારક નગરમાં રહેતા એક અંધ શિપી જે અહીં આવી અઠ્ઠમ તપ કરીને વિધિ પૂર્વક સૂર્યાસ્ત પછી મૂતિ ઘડે તે ભૂતિ જલદી બની શકે.” આટલું કહીને દેવી અદય થયા. દેવી કહી ગયા, તે વાત સૂરિજીએ શ્રાવકોને કહી.
ગુરૂદેવની આજ્ઞાનુસાર શ્રાવક સોપારક નગરથી તે દિવ્ય શકિતવાળા શિલ્પીને શેરીસા લઈ આવ્યા.
સૂરિદેવની આજ્ઞાનુસાર તેણે-અંધ શિપીએ અમ તપ કર્યો. સૂર્યાસ્ત પછી શુભ વેળાએ પેલી વિશાળ
૩૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org