________________
શ્રી નેમિ સૌરભ
વાડી હતી. શ્રી સંઘને કહ્યું કે, “આ વાડી ખરીદી લેવાય તે, તેમાં એક સુંદર જિનાલય થાય તે કાર્તિકી અને ચૈત્રી પુનમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયને પટ્ટ બંધાયચાત્રા માટે રમ્ય સ્થાન થઈ જાય.”
પૂજ્યશ્રીના વચનાનુસાર ગામના ઠાકર પાસે ને આખા ગામની સંમતિથી તે વાડી શ્રીસંઘે ખરીદી લીધી.
જાવાલમાં બે મુમુક્ષુની ભવ્ય દીક્ષા વિ. સં. ૧૯૭૧ જેઠ વદી ૭ ને શુભ દિવસ બોટાદથી રવાના થઈને મુમુક્ષુ શ્રી અમૃતલાલ હેમચંદ દેસાઈ મહેસાણા પિંડવાડા થઈને શ્રી બામણવાડા તીર્થની યાત્રા કરી સિહી થઇને જેઠ વદી ૫ ને દિવસે જાવાલા પહોંચ્યા.
દીક્ષાભિલાષી શ્રી અમૃતલાલભાઈના મનમાં ઉ૯લાસ સમાતું ન હતું. કેટલાય સમયથી જેની ઝંખના હતી, તે પરમપૂજ્ય શાસનસમ્રાટશ્રીના દર્શન થયા. ભાવવિભેર થઈ પૂજ્યગુરૂદેવના ધરાઈ ધરાઈને દર્શન-વંદન કર્યા. મનમાં ખુબ ખુબ આનંદ થયે,
શાસન સમ્રાટશ્રીએ જાવાલના ઉપાશ્રયમાં પ્રવેશતા અમૃતલાલને જોતાં જ પ્રેમથી આવકારી, આંખમાં આંખ મેળવી પૂછયું, “કેમ આવી ગયે ? ત્યાર છે ને?” જાણે બધી પૂર્વ તૈયારી થઈ ગઈ હોય ને આખરી
૩૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org