________________
શ્રી નેમિ સૌરભ બહેશ શ્રાવકેએ દીર્ધદષ્ટિ વાપરીને પર્વતના માર્ગે પ્રતિમાજી અચલગઢ ઉપર પહોંચાડી દીધા.
ત્યાં કમળગઢમાં પૂજ્યશ્રીએ ખૂબ જિણવટથી નિરીક્ષણ કરીને જોયું તે અનેક ખંડિયેર જિર્ણ મદિરે અને અનેક ખંડીત જિનભૂતિ પડેલી જોઈ. એક દેરાસરમાં ઢીંચણથી ખંડિત શ્રી આદીનાથ પ્રભુની મોટી પ્રતિમા હતી. તે મંદિરમાં ઢેઢ જાતિને એક માણસ રહેતું. તેને શ્રાવકે દ્વારા અન્ય જગ્યાએ રહેવાની સગવડ કરાવી આપી.
પછી કમળગઢથી વિકટ માગે મુંછાળા-મહાવીરની ચાત્રા કરવા પધાર્યા. યાત્રા કરીને ઘાનેરાવ પધાર્યા. અહીં દેઢ માસની સ્થિરતા કરી.
મેવાડથી મારવાડના આ વિહારની કઠણાઈ એ કઠણ માણસને પણ ઢીલે પાડી દે તેવી હતી છતાં વજી જેવા દઢ મનોબળવાળા પૂજ્યશ્રી શાસનભક્તિ કાજે તેને આંબીને મારવાડના મશહુર સાદડી શહેરમાં પધાર્યા. - પૂજ્યશ્રીનું સાદડીમાં વ્યાખ્યાન ચાલુ થતાં લોકો ખૂબ પ્રભાવિત થયા. ઓજસપૂર્ણ વ્યાખ્યાને સાંભળી સાદડીના આગેવાને ખુબ વખાણ કરવા લાગ્યા. અને પરસ્પર વાત કરવા લાગ્યા કે, “પૂજ્યશ્રીનું વ્યાખ્યાન અદ્ભુત કેટીનું છે, તત્ત્વની ઝીણી વાતો પણ આપણને સારી રીતે સમજાવે છે. મેવાડમાંથી અવાર નવાર લેકે
૪૩૧ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org