________________
|
*
કે
શ્રી નેમિ સૌરભ સંઘના સર્વ લેકે અને મજુરેને સામાન લઈ આજુબાજુના મકાનમાં ભરાઈ જવું પડ્યું. બે ત્રણ કલાક સુધી વરસેલા વરસાદે ચારેકોર પાણી જ પાણી ભરી દીધું. આથી ગામ લે કે તો નવાઈ જ પામી ગયા. ગામમાં તથા સંઘમાં શાન્તિ થઈ, પાણીની તંગી ન રહી. જોત જોતામાં લોકોની તૃષા છીપી ગઈ, અને શ્રીસંઘના પુણ્ય પ્રભાવની લેકેને ઝાંખી થઈ. ધર્મમાં ગામ લેકેને વિશ્વાસ બેઠે.
અનુક્રમે શ્રીસંઘ જેસલમેર તીર્થે જવા માટે રવાના થયું હતું. અહીં રાયે સંઘ ઉપર મુંડકાવેરી નાખવાને વિચાર કર્યો. આપણું પૂજયશ્રીએ એ વેરો ન ભરવાની સ્પષ્ટ સલાહ આગેવાનને આપી. કારણ કે-મુંડકાવેરી ભરવાથી કાયમ માટે એક નવી મુશ્કેલી ઉભી થતી હતી. પૂજયશ્રીએ સંઘમાં આવેલા અને વિલક્ષણ બુદ્ધિવાળા પ્રેમચંદજી માસ્તરને બોલાવીને આબુના અ ગ્રેજ રેસીડેન્ટને વિગતવાર તાર કરવા નિર્ણય કર્યો.
આ વાતની ખબર પડતાં મહારાજા સમજી ગયા કે, આ માણસે ઢીલા પડે એવા નથી અને જે વાત રેસીડેન્ટ સુધી પહોંચશે તો નવી મુશ્કેલી ઊભી થશે, એટલે મહારાજાએ પિતાના દિવાનને શ્રી સંઘપતિ પાસે મોકલાવ્યા. દિવાનને લઈ શ્રી સંઘપતિજી પૂજયશ્રી પાસે આવ્યા. પૂજયશ્રીએ મુંડકાવેર કે અન્યાયી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org