________________
શ્રી નેમિ સૌરભ
એમાંથી સાડાસાત હજાર અમે પાલિતાણામાં ખર્ચા. અને સાડાસાત હજારનું દેવું હતું તે ચુકવ્યું. બીજા વર્ષે અમે ૨૨ હજાર કમાયા. આમ કમાણું ઉત્તરોત્તર વધતી જ ગઈ. એ બધાંય ધમને જ પ્રભાવ છે. એ લક્ષ્મી જેમ જેમ ધમ માગે ખર્ચ તેમ તેમ વધુ ને વધુ મળતી ગઈ. આ કેવળ ધર્મને જ પ્રભાવ છે. અમે પ્રત્યક્ષ જોઈ રહયા છીએ.
ધર્મના પ્રભાવે આ છે રિ” પાળતો સંઘ કાઢયે, અમારા જીવનમાં ઘણી લીલી સુકી જોઈ. ધર્મના પ્રતાપેજ આ બધું કરી શક્યા છીએ.”
નિખાલસભાવે સંઘવી બંધુઓની આ વાત સાંભળી ચતુર્વિધ સંઘના બધાય ભાઈ સંઘવી ભાઈઓની ખુબખુબ અનુદના કરવા લાગ્યા.
છેલે સંઘવી ભાઈઓએ કહ્યું, “સંઘમાં આવેલા સર્વે ભાઈ–બહેને પ્રત્યે અમારા તરફથી કાંઈપણ અવિનયઅપરાધ થયે હોય તે અમે ક્ષમા યાચીએ છીએ-સી અમને ક્ષમા આપશે.”
આ પ્રમાણે ગદગદ ભાવે નિવેદન કરી, આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી પાસે જ્ઞાનપૂજન કરીને વાસક્ષેપ નંખાવી આજ્ઞા લઈને તેઓ સંઘ સાથે પોતાના વતન પાલડી તરફ રવાના થયા. અને પૂજ્યશ્રીએ વિ. સં. ૧૯૭૩ નું ચાતુર્માસ ફલેદીમાં કર્યું.
૪૫૪. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org