________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રીના વ્યાખ્યાન દરમ્યાન હંમેશાં એક કબુતર વ્યાખ્યાનની પાટ સામેના ગોખલામાં આવીને બેસી જતું અને વ્યાખ્યાન પુરૂં થાય એટલે ઉડી જતું. આવું એકબે દિવસ નહિ, પણ પૂજ્યશ્રી જ્યાં સુધી ફલેદીમાં રહ્યા, ત્યાં સુધી કાયમ વ્યાખ્યાન સમયે એ કબુતર વ્યાખ્યાન સાંભળતું. બધાએ જેએલી વાત છે. તિર્યંચમાં પણ કોઈ પૂર્વ ભવના સંસ્કારના પ્રભાવે સંજ્ઞા અને સમજણ હોય છે. આથી પૂજ્યશ્રીની જવ-વસુલતા ઉપર ભાવિકેને અનહદ આદરભાવ પ્રગટયો.
ફદીમાં રથયાત્રા માટે રથ, ઈન્દ્રવજ વિગેરે ન હતા. તે કરાવવા માટે પૂજ્યશ્રીએ શ્રી સંઘને પ્રેરણા કરી. વિશાળ હૃદયી પૂજ્યશ્રીએ વિચાર્યું કે અહીં ૮૪ ગચ્છને ઉપાશ્રય છે, એ ઘમાં અનેક ગ૭ના શ્રાવકે છે, તે આ રથ, ઈન્દ્રધ્વજ વિગેરે ૮૪ ગચ્છને થાય તે ઘણું સારું.
તે અનુસાર સર્વ ગરછી ટીપ શરૂ કરાવી. તેમાં તપગચ્છ-કવળાગછ વિગેરે ગ૭વાળાઓએ સારી એવી રકમ આપી.
અહીં કવળાગચ્છના યતિ શ્રી પ્રેમચંદજી હતા. તેઓ પૂજ્યશ્રીની સેવા માટે આવતા. તપાગચ્છના યતિ શ્રી કેશરસાગરજી હતા. તેઓ ઘણું જ અભાવી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org