________________
શ્રી મેમિ સૌરભ
એટલે પૂજ્યશ્રી શ્રીસંઘ સાથે ત્યાં ડાક દિવસ ની સ્થિરતા કરીને સમગ્ર શ્રી સંઘમાં સંપ વાતાવરણ સ્થાપવાને સચેટ બોધ આપતા રહ્યા. તેના પરિણામે શ્રી સંઘમાં સંપ થયે, એની ખુશાલીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી સ્વામીવાત્સલ્ય-પૂજાઓ થઈ સંઘ જમણુની પરંપરા ચાલી.
છરી પાળતે સંઘ લઈને નીકળનારા પૂજ્ય આ રીતે એક રથાનમાં ભાગ્યે જ વધુ રોકાય છે, છતાં પૂ. શ્રી રેકાયા કારણ કે, કયા કાર્યને કયારે કેટલી અગ્રીમતા આપવી તેના પૂજ્યશ્રી જ્ઞાતા હતા. અને કાર્ય પત્યું એટલે ફલોદીથી શ્રીસંઘ સાથે આગળ ચાલ્યા.
શ્રી સંઘ ખારા, પિકરણ થઈ. લાઠી, અનુક્રમે ચાંદડ થઈ વાસણ શ્રી સંઘે મુકામ કર્યો. આ રણ પ્રદેશમાં પાણીની તીવ્ર તંગી હતી. એક સાથે સેંકડો માણસને જોઈને ત્યાંના ગામના લોકો ભેગા થઈને આપણા પૂજ્યશ્રી પાસે આવીને કહેવા લાગ્યા. “તમે આટલા બધા લેકે અમારું પાણી એક દિવસમાં જ વાપરી પૂરું કરી નાખશે, પછી અમારે કઈ રીતે દિવસે પસાર કરવા ?'
સંઘના માણસે ચાલીને થાકી ગયા હતા, અને સંઘના લેકે તૃષાથી વ્યાકુળ થઈ ગયા હતા. પૂજ્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org