________________
શ્રી નેમિ સૌરભ
અમારી નિશ્રામાં જ સંઘ કાઢવું હોય તે જેસલમેરને સંઘ કાઢે. તે અમારે પણ તે તીર્થની યાત્રા થાય.”
પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બને ભાઈઓએ સહર્ષ સ્વીકારી લીધું. અને ત્યાં જ જેસલમેરને સંઘ કાઢવાનો નિર્ણય કરી, પ્રયાણનું મુહુર્ત પણ પૂજ્યશ્રી પાસે કઢાવી લીધું.
પ્રભાવક પુરુષને એ સહજ પ્રભાવ હોય છે કે, તેમનું વચન ઝીલવા પુણ્યશાળીઓ સદા તત્પર રહેતા હેય છે.
ત્યારપછી પૂજ્યશ્રી સપરિવારે સાદડીથી વિહાર કરીને મુંડારા, બાલી, લુણાવા, સેવાડી, વીજાપુર–રાતા મહાવીરજી, બેડા નાણા, પીંડવાડા, નદીયા, લોટાણા, દીયાણાજી વગેરે નાની પંચતીર્થની યાત્રા કરતા કરતા સિરોહી થઈને પાલડી પધાર્યા.
સંઘવીની ભાવના શ્રી સિદ્ધગિરીરાજની સંધ યાત્રા કાઢવાની હતી, તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે રૂ. ૫૦૦૧ શેઠ આ. ક.ની પિઢીના ભંડારમાં પાલિતાણું મેકલી આપ્યા. કેવી ઉદાત્ત ભાવના આપે આપ અનુમોદના સરી પડે.
બને ભાઈઓ તરફથી પાલડી પિતાના ગામમાં એક સદાવ્રત ચાલતું હતું. તેમાં નાત-જાતના ભેદભાવ
૪૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org