________________
શ્રી નેમિ સૌરભ આવે અહીં અમારી પાસે અને વાસ ક્ષેપ નંખાવીને સમ્યકત્વ ઉચ્ચારી લે.”
પૂજયશ્રીની આ સાપ્રેરણાથી તેજ વખતે સારાસારને વિવેક સમજનારા ગૃહસ્થ એક પછી એક વાસક્ષેપ નંખાવવા આવવા લાગ્યા પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે વાસક્ષેપ નખાવીને સમ્યકત્વ ઉચ્ચરવા લાગ્યા. જોતજોતામાં તે ૬૦ ઘર મંદિર માનનારા બની ગયા. પૂજ્યશ્રીએ તેમને ઉપદેશ આપતા ફરમાવ્યું: “તમારે સાચે ધર્મ તે મૂર્તિપૂજાને જ છે એના પુરાવા તરીકે અત્યારે પણ તમારા આ પ્રદેશના એકેએક ગામમાં પરમાત્માનું દેરાસર છે.
મેવાડના મંત્રીશ્વર ભામાશાહે મહારાણા પ્રતાપને અણીની વેળાએ અમુલ્ય મદદ કરી હતી. તેના બદલારૂપે કંઈક માંગ કરવાની વાત મહારાણએ કહેતાં ભામાશાહે માંગણી કરી કે : “મેવાડનું કઈ પણ ગામ એવું ન રહેવું જોઈએ કે જ્યાં જિનમંદિર ન હોય. અને કઈ પણ ગામની નીંવ (પા) નંખાય (નવું ગામ વસાવાય)
ત્યારે ત્યાં સૌ પ્રથમ શ્રી રૂષભદેવજીના દેરાસરને પાયે નંખાય, પછી જ બીજાં કામ થાય.”
કેવિ અદ્ભૂત પર પકાર પરાયણ માંગણી હતી!
આ માંગણીને મહારાણાએ તરત જ સ્વીકાર કરીને, તેને અંગે ચગ્ય હુકમે પણ બહાર પાડેલા.
૪ર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org