________________
શ્રી નેમિ સૌરભ
એ માટે પણ તૈયાર જ છીએ. જો કે હજુ સુધી મારી જીંદગીમાં મારે કઈ દિવસ સ્ત્રી સાથે બોલવાનો પ્રસંગ આવ્યું નથી. અને આવશે પણ નહિ, પણ આ પ્રસંગ એ છે કે જેમાં મારે સ્ત્રી સાથે બોલવું પડશે.”
સૌ સમક્ષ નકકી કરીને ગુલાબચંદજી ગયા. એમના મેટા આર્યાજી જે ગામમાં હતા ત્યાં ગયા. બધી વાત કરી. તે આર્યાએ તે તેમને ઉધડે જ લઈ લીધે. “તમને આવું ડહાપણ કરવાનું કહ્યું છે કે હું શાસ્ત્રાર્થ કરવા આવવાની નથી.” આ એ જ આર્યા હતા કે જેઓ ગઢબોલમાં પૂજ્યશ્રીની સામે વ્યાખ્યાન કરવા બેઠા હતા. તેઓ તો તે જ વખતે સમજી ગયેલા કે આ મહારાજશ્રી પાસે આપણું કેઈ ગજુ નથી.
આ બધું નાટક જોઈને ગુલાબચંદજી વીલે મોઢે પાછા ઘરે આવી ઘરમાં ભરાઈ ગયા.
ગુલાબચંદજી બે દિવસની વાત કરીને ગયા તે પાછા દેખાયા નહિ. એટલે ત્રીજે દિવસે પૂજ્યશ્રીએ થાણેદારને વ્યાખ્યાન સભામાં પૂછયું કે, “કેમ ગુલાબચંદજી દેખાયા નથી? શાસ્ત્રાર્થનું શું થયું ?” થાણેદારે ગુલાબચંદજીને લાવ્યા. અને પૂછયું. ગુલાબચંદજી બોલ્યા, “અમારા આચાર્ય કે આર્યા અહીં નહિ આવે, જે મૂર્તિ પૂજક સાથે વાત કરીએ, તો સમકિત જાય.”
૪૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org