________________
શ્રી નેમિ સૌરભ
ગુલાબચંદજી વગેરે તેરાપંથીઓ પણ પૂજ્યશ્રીને સાંભળવા આવતાં. બે ત્રણ દિવસ સાંભળીને ગુલાબચંદજી એ શાસ્ત્રાર્થને પ્રસ્તાવ પૂજ્યશ્રી સમક્ષ રજુ કર્યો. થાણેદારને વચ્ચે સાક્ષી રાખીને પૂજ્યશ્રીએ એ પ્રસ્તાવ સ્વીકારી લીધે. ગુલાબચંદજીએ કહ્યું : “અમારા કાળુરામજી મહારાજ શાસ્ત્રાર્થ કરવા માટે અહિં આવશે. વળી, સાહેબ ! શાસ્ત્રાર્થમાં છાપેલા પુસ્તકને ઉપગ નહિ થાય. હસ્તલિખિત જ થશે.”
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી એ વાત જાણતા જ હતા. તેથી પિતાની સાથે રહેતા માણસ નારાયણભાઈને એકલી વરાણાથી શીઘ્ર ઊંટ દ્વારા હસ્તલિખિત પુસ્તકે મંગાવી લીધા હતા.
ગુલાબચંદજી પેતાના ગુરૂ કાળુરામજી મ. ને તેડવા ગયા. પણ શ્રી કાળુરામજી મ. શાસનસમ્રાટ પૂજ્યશ્રીની સર્વમુખી પ્રતિભાથી વાકેફ હતા. એટલે તેમણે પૂજ્યશ્રી સાથે શાસ્ત્રાર્થ કરવાની વાત ઉડાવી દઈને ગુલાબચંદજીને ખૂબ ધમકાવ્યા અને કહયું: “મને વગર પૂછયે આ શાસ્ત્રાર્થને પ્રસ્તાવ તમારે મૂકવે જ ન જોઈએ. કાળુરામજીએ કહયું. જાવ, હું શાસ્ત્રાર્થ માટે નથી આવવાનો.”
ગુલાબચંદજી સાવ નિરાશ થઈને પાછા આવ્યા. બે
૪૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org