________________
શ્રી નેમિ સૌરભ
પંથીના પણ હતા. તેઓને પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને પાકા મૂર્તિપૂજક બનાવ્યા એટલે આ ગામમાં એક પણ તેરાપંથી રહ્યો નહિ. ત્યાંથી લીંબોળી પધાર્યા. - સૂર્યના પગલે અંધકાર કેટલો ટકે? તેમ પૂજ્યશ્રીના પ્રતાપી પગલે મૂર્તિપૂજાના વિરોધીઓ ઢીલા ઢફ થયા. અનેક ભેળા ગૃહસ્થાએ પૂજ્યશ્રી પાસે આવીને એકરાર કર્યો કે, “આ વાત અમને પકડાવી દેવામાં આવી છે. બાકી અગાઉ તે અમારા વડીલે મૂર્તિ પૂજા જ કરતા હતા, પણ આપ પૂજ્યને વિહાર આ ક્ષેત્રમાં ઓછો થયે. તેને ગેરલાભ ઉઠાવીને અમારા જેવા અનેકોને ઉંધા પાટા બંધાવીને આ લોકોએ અમને પાડયા છે. અમારા સદભાગ્યે આ૫ અત્રે પધાર્યા અને અમારી આંખ ઉઘાડી. હવે તે અમે પણ જ્યાં જઈશું ત્યાં મૂર્તિપૂજાના વખાણ કરીશું.”
- ગામના ભદ્રિક માણસેના હૃદયના આ ઉદગારે સાંભળીને પૂજ્યશ્રીને સંતોષ થયે. તેરાપંથીઓને મૂર્તિ - પૂજક બનાવીને ત્યાંથી ગઢબોલ પધાર્યા.
ગઢબોલ એ મેવાડનું હિન્દુ તીર્થ-“ચાર ભુજા” તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મૂર્તિપૂજકના પાંચ અને તે સિવાય તેરાપંથીઓના ઘણું ઘર હતા. વળી આ વખતે અહીં તેરાપંથીની સાતેક આર્યાએ આવી હતી. તે આર્યા રેજ વ્યાખ્યાન વાંચતી હતી.
૪૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org