________________
શ્રી નેમિ સૌરભ કરવા પડે છે તે માટે તેઓશ્રી અને તેમના શિષ્ય તૈયાર જ હતા.
લાંબિયા ગામમાં પૂજ્યશ્રીએ ચાર દિવસ સ્થિરતા કરીને પ્રતિદિન ત્રણવાર વ્યાખ્યાન આપવું શરૂ કર્યું. કટ્ટર તેરાપંથીઓ કુતુહલ પૂર્વકની દષ્ટિએ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. પૂજ્યશ્રીના સરળ બોધક અને સચોટ ઉપદેશની તેઓ ઉપર જાદુઈ અસર પડી. વ્યાખ્યાન અને વાર્તાલાપ દ્વારા અનેકેના હૃદય પરિવર્તન કર્યા. મૂતિને ખીલા મારવાની વાત કરનારા અનેક માણસે મૂતિને પ્રણામ કરી પૂજા કરતા થયા. ગણ્યા ગાંઠયા કદાગ્રહીઓ બાકી રહ્યા. “આવ્યા હતા લડવા અને બેસી ગયા પૂજવા જેવું થયું.
પિતાના પૂજ્યના દેહને નમનારા દેવાધિદેવના સ્થાપના નિક્ષેપાને ન નમવાને જે આગ્રહ રાખે છે, તેમાં નર્યું અજ્ઞાન નથી તે બીજુ શું છે ?
આલંબન વડે જ જીવે ચડે છે ને પડે છે. જે આલંબન નિર્દોષ અને નિર્વિકારી હોય તે જીવ પણ તેને પામીને ઝડપથી આત્મ શુદ્ધિ કરી શકે છે.
* લાંબિયાથી પૂજ્યશ્રી સાંખિયા પધાર્યા. અહીંયા પિરવાળ જ્ઞાતિના મૂર્તિ પૂજક ઘર હતા. ચારેક ઘર તેરા
૪૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org