________________
શ્રી નેમિ સૌરભ પ્રતિમાના ઉપર લગભગ બાવન ઘા માર્યા. મૂર્તિભંજક મુસલમાન અને કર કૃત્ય કરનાર આ લેકમાં કંઈ ફેર ખરે?
તેરાપંથીઓના કાળા કૃત્યની ખબર આપણા મૂર્તિ પૂજક હાઈઓને પડતાં તેમના દુઃખને પાર ન રહ. તેમનાં તન-મનમાં જાણે તિરાડ પડી. પિલા તેરાપંથી સાધુએ તે આ કૃત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીઓ નિર્બળ હોવાથી તેઓને કોઈ રેકટેક પણ ન કરી શકયા.
વળી દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિરમાગી શ્રાવકેએ ભેગા થઈને નજીકના ઘાણે રાવ વિગેરે ગામને સંઘને પોતાના ગામની આ દુખદ ઘટના જણવી.
સાંભળનાર ભાઈઓની લાગણીઓ આથી ઘણી ઉશ્કેરાઈ. તેમને અપાર ખેદ થયે પણ તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકથ્ય હતી. જેનેતર મદિરના પૂજારીએ પંડયાએ પણ આ વાત સાંભળીને દુખી થયા. એટલે ઘણેરાવવાળા, ભાઈઓ અને ગઢલના ગૃહસ્થાને બે પંડયાને સાથે લઈને તરત અમદાવાદ આવ્યા.
૪૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org