________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને તથા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ પાસે જઈને પિતાના ગામની બની ગયેલી કરૂણ બીના તેઓએ રડતે હૃચ્ચે જણાવી અને વિનંતી કરી કે, “શેઠ સાહેબ! આ વાતને પ્રતિકાર કરવા માટે આપ લોકેનું માર્ગદર્શન તથા મદદ મેળવવા અમે અહીં આવ્યા છીએ.” પણ તેમની પાસેથી તેમને સંતોષકારક જવાબ ન મળતાં તેઓ બધા પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજતા આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી પાસે આવ્યા.
પૂજ્યશ્રીને વંદન કરી સુખશાતા પૂછી પછી તેમણે પિતાને ગામની બનેલી દુ:ખદાયક વિગત નિવેદન કરી. તે સાંભળીને પૂજ્યશ્રીને હુએ ભારે આઘાત થયે. પૂજ્યશ્રીએ એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, “તમે આજે બપોરે અહીં આવજે, સૌ સારા વાના થશે.” કેવા પરગજુ પરમ દયાળુ મહાપુરુષે હમ તે અહીં આપણને જોવા મળે છે !
અહીં આવેલ મારવાડી બધુઓને આશ્વાસન મળવાથી શાન્ત થયા. ત્યારપછી પૂજ્યશ્રીએ શેઠ લાલભાઈ તથા શેઠ મનસુખભાઈને લાવ્યા, અને તેમને ગબેલના ભાઈઓ આવ્યાની વાત કરીને કહ્યું, “એમની વાત આપણે સાંભળવી જોઈએ અને તેમને સંતોષ થાય એમ
૪૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org